બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકોટમાં વધુ એક હત્યા, પૈસાની લેતી-દેતીમાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું
Last Updated: 01:52 PM, 20 July 2026
રાજકોટમાં વધુ એક હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. રંગીલા રાજકોટ તરીકે ઓળખાતા શહેરના સોમનાથ-2 વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના મામલે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, પૈસાના વિવાદને લઈને ભત્રીજાએ પોતાના બે કાકા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક કાકાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજા કાકાએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર, હાર્દિક ધોળકિયા નામના આરોપીએ પોતાના બે કાકા પર હુમલો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલો પૈસાની લેતી-દેતીના વિવાદને કારણે કરવામાં આવ્યો હતો. બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી આર્થિક મુદ્દે મતભેદ ચાલતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિવાદ ઉગ્ર બનતા આરોપીએ હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT
આ હુમલામાં એક કાકાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા બીજા કાકાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. આ રીતે એક જ ઘટનામાં બે લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા.
ADVERTISEMENT
ઘટનાની માહિતી મળતા યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતીના આધારે ગુનો નોંધવાની અને ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી હાર્દિક ધોળકિયાની ભૂમિકા અંગે પણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પોલીસ હાલ હુમલાનું ચોક્કસ કારણ, પૈસાની લેતી-દેતીનો વિવાદ કેટલો જૂનો હતો અને ઘટનાક્રમ કેવી રીતે બન્યો તે અંગે માહિતી એકત્ર કરી રહી છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. હાલમાં યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ આ ડબલ મર્ડર કેસ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.