બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સિંહનો આતંક: રબારીકા ગામે ઘરમાં સૂતા વૃદ્ધ પર હુમલો, છેલ્લા એક મહિનામાં વધ્યા માનવ પર હુમલાના બનાવ

અમરેલી / સિંહનો આતંક: રબારીકા ગામે ઘરમાં સૂતા વૃદ્ધ પર હુમલો, છેલ્લા એક મહિનામાં વધ્યા માનવ પર હુમલાના બનાવ

Published By: Kalpesh Kandoria

Last Updated: 11:31 AM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી જિલ્લામાં માનવ અને સિંહ વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. તુલસીશ્યામ રેન્જના રબારીકા ગામમાં મોડી રાત્રે સિંહે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

અમરેલી જિલ્લામાં સિંહોના માનવ વસાહત તરફ વધતા આવાગમન વચ્ચે વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. તુલસીશ્યામ રેન્જ હેઠળ આવેલા રબારીકા ગામમાં મોડી રાત્રે ઘરમાં સૂતા વૃદ્ધ પર સિંહે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ, રવજીભાઈ સેંજલિયા પોતાના ઘરે સૂતા હતા ત્યારે અચાનક સિંહ ઘરમાં ઘૂસી આવ્યો અને તેમના પર હુમલો કર્યો. હુમલામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પરિવારજનો અને ગ્રામજનોએ તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ રબારીકા ગામે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી છે. સાથે જ સિંહની હિલચાલ પર નજર રાખવા માટે પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે.

છેલ્લા એક મહિનામાં વધ્યા સિંહના હુમલાના બનાવ

અમરેલી અને ગીર પંથકમાં છેલ્લા એક મહિનાથી સિંહોના માનવ વસાહતમાં પ્રવેશ અને હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પશુઓ પરના હુમલાની સાથે હવે લોકો પણ નિશાન બનતા સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાયો છે.

તાજેતરમાં જ ખાંભા તાલુકાના ચતુરી ગામમાં પાંચ વર્ષના જિયાન પર સિંહે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં બાળકનું મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી હતી. ત્યારબાદ પણ વિવિધ ગામોમાં સિંહો માનવ વસાહતમાં ઘૂસવાના બનાવો સામે આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lion Attack Gujarat Rabarika Village Gir Lion Attack

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ