બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nita Ambani expressed two wishes of her mind Before Anant marriage

જામનગર / VIDEO: અનંતના લગ્ન પહેલા નીતા અંબાણીએ વ્યક્ત કરી 'મનની બે ઈચ્છાઓ', જામનગર વિશે જણાવતા સમયે થઈ ગયા ઈમોશનલ

Published By: Dinesh Chaudhary

Last Updated: 05:47 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

jamnagar news: જામનગર વિશે નીતા અંબાણીએ કહ્યું કે, જામનગર અમારા દિલોમાં એક વિશેષ જગ્યા ધરાવે છે અને જેનું બહુ મહત્ત્વ છે

દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગનો ફંક્શન ચાલી રહ્યો છે. ત્યારે નીતા અંબાણીએ એક વીડિયો જાહેર કરી પોતાની 2 ઇચ્છા વ્યક્ત કરી છે. જે વીડિયોમાં તેઓ સંસ્કૃતિના મહત્વ વિશે જણાવી રહ્યાં છે. નીતા અંબાણીએ જેમાં જણાવ્યું કે, મારા સંપૂર્ણ જીવનમાં હું કળા અને સંસ્કૃતિથી પ્રેરાયેલી રહી છું, હું બહુ ભાવુક છું. જ્યારે મારા નાના પુત્ર અનંત અને રાધિકાનાં લગ્નની વાત આવી તો મારી 2 મહત્ત્વની ઇચ્છા હતી. 

'મારી પહેલી ઈચ્છા હતી કે...' 
તેમણે ઈચ્છાઓ વિશે કહ્યું કે, પહેલી ઇચ્છા હતી કે હું મારા મૂળ વતનમાં આ ઉત્સવ ઊજવવા માગતી હતી. વધુમાં ઉમેર્યું કે, જામનગર અમારા દિલોમાં એક વિશેષ જગ્યા ધરાવે છે અને જેનું બહુ મહત્ત્વ છે. ગુજરાત એ જગ્યા છે જ્યાંથી અમે આવીએ છીએ. અહીંથી જ મુકેશ અને તેમના પિતાએ રિફાઇનરીનું નિર્માણ કર્યું અને મેં શુષ્ક તેમજ રણ જેવા વિસ્તારને લીલીછમ ટાઉનશિપ અને એક જીવંત સમૂહમાં પરિવર્તિત કરીને મારુ કરિયર શરૂ કર્યું. 

વાંચવા જેવું: હવેથી હાઉસિંગ સોસાયટીઓ મન ફાવે તેમ નહીં ઉઘરાવી શકે ટ્રાન્સફર ફી, વિધાનસભામાં સરકારને સત્તા આપતું બિલ પસાર

બીજી ઈચ્છા...?
નીતા અંબાણી બીજી ઇચ્છા વિશે વાત કરતા કહ્યું હતું કે, આ ઉત્સવ આપણી કળા અને સંસ્કૃતિ પ્રત્યે એક ટ્રિબ્યૂટ હોય અને આપણા પ્રતિભાશાળી ક્રિએટિવ મગજના હાથ તેમજ દિલ અને સખત મહેનતથી બનાવાયેલા આપણા વારસા અને સંસ્કૃતિનુ પ્રતિબિંબ હોય. તેમણે આ વીડિયોમાં બે ઈચ્છાઓ વિશે વાત કરી હતી સાથો સાથ તેમણે સંસ્કૃતિ અને  વિશે પણ જણાવ્યું હતું

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Anant Radhika Wedding Anant Radhika wedding news Anant- Radhika Pre Wedding Nita Ambani Video jamnagar news Anant Radhika Wedding

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ