ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22797

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પ્રધાનમંત્રીએ શરૂ કરેલી ડિજિટલ ઈન્ડિયાનો ભાગ હવે પોસ્ટ વિભાગ પણ બની રહ્યું છે. આ માટે પોસ્ટના આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. જે માટે ગ્રાહકો સુઘી પોસ્ટ વિભાગને લગતી માહિતીની જાણકારી પહોંચાડવા તેમજ ફરિયાદનો ઝડપી નિકાલ થાય તે માટે હેલ્પ લાઈન સેન્ટરની શરૂઆત કરી છે. આ માટેનો પોસ્ટ વિભાગનો ટોલ ફ્રી હેલ્પ લાઈન નં. 1924 છે. જેના પર કોઈ પણ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદનો નિકાલ 24 કલાકમાં કરાશે અને તેની ગ્રાહકને જાણ પણ કરવામાં આવશે.

સવારના 8થી રાત્રિના 8 સુધી કરી શકાશે ફોન
જેમાં મોબાઈલ એપની મદદથી ટપાલ ક્યાં પહોંચી તેને મેળવવાની સાથે પોસ્ટ બેંક સહિત અન્ય સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પોસ્ટ વિભાગને લગતી કોઈ પણ માહિતી ગ્રાહક સરળતાથી અને એક ફોન પર મેળવી શકે તેમજ તેને થતી આ સુવિધાઓ દૂર કરી સારામાં સારી સેવા પૂરી પાડી શકાય તે માટે ઇન્ડિયા પોસ્ટ હેલ્પ સેન્ટરની શરૂઆત કરાઈ છે. જ્યાં કોઈ પણ ગ્રાહક લેન્ડલાઈન ફોન કે કોઈ પણ મોબાઈલથી ફોન કરી પોસ્ટને લગતી માહિતી મેળવી શકે છે કે ફરિયાદ કરી શકે છે. આ હેલ્પલાઈન સેન્ટર રવિવાર કે રજાના દિવસ સિવાય સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ પ્રકારની સુવિધાઓ કે ફરિયાદ કરી શકાશે
હેલ્પલાઈન નંબર પર સ્પીડ પોસ્ટ રજિસ્ટર્ડ પોસ્ટ સહિત ટપાલની માહિતી તેમજ તેની ફરિયાદ જેવી સુવિધાઓનો લાભ લઈ શકાશે. આ ઉપરાંત પોસ્ટ વિભાગના કર્મચારીઓની ફરિયાદ સેવિંગ્સ બેંકને લગતી ફરિયાદ કે માહિતી પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અંગે ફરિયાદ કે માહિતી પોસ્ટ વિભાગ દ્વારા ઓ‌વર ચાર્જિંગ કરાતું હોય તે તેની ફરિયાદ વગેરે પણ સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધી કરી શકાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ