પેટ્રોલના ભાવમાં ઘટાડો કરાયો છે. પેટ્રોલ લિટર દીઠ 3 રૂપિયા સસ્તુ થયુ છે. જેથી વેટની ગણતરી માંડતા ગુજરાતમાં પેટ્રોલ 3 રુપિયા 75 પૈસા જેટલુ સસ્તુ થયુ છે. આ નવા ભાવ મંગળવાર મધરાતથી અમલી બનશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો થયો છે. ક્રુડ હાલમાં 99 ડોલર પ્રતિ બેરલ જેટલુ નીચુ ચાલી રહ્યુ છે. જેથી જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ પહેલા 15 એપ્રીલે પેટ્રોલના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે બીજી એપ્રીલે 85 પૈસાનો ઘટાડો થયો હતો. આજે પણ 3 રૂપિયાનો ઘટાડો થયો છે. આમ પેટ્રોલમાં છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત ભાવ ઘટાડો થયો છે. જેથી મોંઘવારીમાં સામાન્ય જનતાને મોટી રાહત મળી છે.