અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની હોટલો અને રેસ્ટોરન્ટ્સ આજે દિવસભર બંધ પાળશે. સંપૂર્ણપણે અથવા આંશિક રીતે એરકંડિશન રેસ્ટોરન્ટ ઉપર લાગૂ કરવામાં આવેલા સર્વિસ ટેક્સના વિરોધમાં આ બંધ પાળવામાં આવ્યો છે. એરકંડિશન રેસ્ટોરન્ટ પર 4.95 ટકાના સર્વિસ ટેક્સનો અમલ કરાયો છે. જેનો રાષ્ટ્રવ્યાપી વિરોધ હોટલ એસોસિએશને નોંધાવ્યો છે. અમદાવાદમાં રેસ્ટોરન્ટ બંધ રહેશે. જ્યારે સ્ટાર હોટલો તેમના રૂમ ગેસ્ટના આવાસ પૂરતા ખુલ્લા રાખશે..સર્વિસ ટેક્સ કમિશનરને એક મેમોરેન્ડમ પણ આપવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં સર્વિસ ટેક્સની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશનના જણાવ્યા અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલો પહેલાથી જ રાજ્યની ટેક્સની ચૂકવણી કરે છે.ત્યારે આ નવા ટેક્સને લીધે ટેક્સ બમણો થઈ જશે.આ હડતાળને કારણે ઈન્ડસ્ટ્રીને 10થી 15 કરોડનું નુકસાન જવાની શક્યતા છે.