નવી દિલ્લી: વડાપ્રધાન દ્વારા 8 નવેમ્બરના નોટબંધીને લઈને કરવામાં આવેલા મની લોન્ડરીંગ અને ખોટી રીતે નોટોની અદલા-બદલીને લઈને ઘણા મામલા સામે આવ્યા છે. ખબર છે કે આ મામલાને થાળે પાડવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક સર્ક્યુલર પ્રમાણે તમામ બેંકોને આદેશ આપવામાં આવ્યા છે કે કરન્સી ચેસ્ટથી નીકળતી નવી નોટોની મૂવમેન્ટને ટ્રેક કરવામાં આવે.
જણાવી દઈએ કે આ પ્રકારની ખબરો પણ આવી છે કે ખુદ નરેન્દ્ર મોદીએ બેંકોમાં ચાલી રહેલી ગરબડીના તપાસના આદેશ આપ્યા છે. એ માટે આશે 500 ખાનગી સરકારી બેંક શાખાઓનું સ્ટિંગ ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. આપરેશનની 400 સીડી પણ પહોંચવાના દાવા સામે આવ્યા છે.
આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર એસ. એસ. મુંદડાએ કહ્યું છે કે અમે સેન્ટ્રલ ડેટા ચેકિંગને લઈને કેટલાક સૂચનો આપ્યાં છે. તેમણે કહ્યું છે કે મીડિયામાં આ પ્રકારની ખબરો આવી છે કે નોટોની
હેરાફેરીમાં બ્રાંચના કર્મચારીઓ પણ શામેલ હતા. જોકે તેમણે એ પણ કહ્યું છે કે નોટબંધી પછી ઘણા કર્મચારીઓએ ઘણી મહેનતથી કામ કર્યું છે. તેઓના પ્રયાસોને વખાણમાં આવ્યા છે.