ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22586

NULL / હવે દેશી-વિદેશી દારૂને પણ ટક્કર મારશે આ આયુર્વેદિક દારૂ શરીરને બનાવશે તંદૂ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

હાલના ઝડપી યુગમાં મનુષ્ય મનની શાંતિ માટે ધીરે ધીરે વ્યાસનોમાં એવો ઝકડાઈ ગયો છે કે તે બહાર નીકળી શકતો નથી. વ્યસનોના કારણે કેટલાય લોકોના ઘર બરબાદ થઈ ગયા છે. તેમાય ખાસ કરીને દારૂના વ્યાસને તો માજા મૂકી છે. દારૂના કારણે અનેકના ઘર બરબાદ થયા છે તો અનેક બહેનો વિધવા થઈ છે તો કેટલાય બાળકો નિરાધાર થયા છે કેટલાય લઠ્ઠાકાંડ સર્જાયા છે ત્યારે આવા મોતના સામાન એવા દારૂના વ્યાસન માંથી મનુષ્ય મુક્ત થઈ શકે તે માટે પાલીતાણાના એક શિક્ષકે આયુર્વેદિક ભુવડ દારૂની શોધ કરી છે.

લોકો દારૂનો વ્યસન મોજ શોખ માટે કરતા હોય છે પરંતુ ધીમે ધીમે દારૂએ કાયમી વ્યસન બની જાય છે અને આ વ્યસન કાયમી થયા બાદ તેની ચુન્ગાલ માંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે ત્યારે આવા વ્યસનમાંથી મુક્ત કરવા માટે સામાજિક સંસ્થાઓ કે ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિ માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. આમ છતાં માણસ વ્યસન મુકવામાં ધારી સફળતા મેળવી શકતો નથી ત્યારે પાલીતાણાની જ્વેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવા શિક્ષક નાથાલાલ ચાવડા છેલ્લા બે વર્ષ થી નિકોટીન મુક્ત ભારતનું અભિયાન લઈને અનેક આયુર્વેદિક વસ્તુઓ બનાવી ચુક્યા છે જેમાં તેઓએ આયુર્વેદિક તમાકુ આયુર્વેદિક બીડી આ ઉપરાંત આયુર્વેદિક ભુવડ ગુટકા આયુર્વેદિક ભુવડ અફીણ આયુર્વેદિક ભુવડ ગાંજો જેવા આયુર્વેદિક વગેરે સહિતની વસ્તુઓ બનાવી છે. જે લોકોને વ્યસનમાંથી મુક્તિ તો આપાવે છે સાથે સાથે એનક અસાધ્ય રોગોમાંથી પણ મુક્તિ આપાવે છે.

શિક્ષક નાથાભાઈ આહીર અને તેમની સહયોગી ટીમનું સ્વપ્ન છે કે 2020 માં નિકોટીનમુક્ત ભારત બન. અને આ અભિયાનમાં આ શિક્ષકો અને તેમની ટીમ દ્વારા સ્વ ખર્ચે આ વસ્તુઓ બનાવીને વ્યસનથી મુક્ત થવા લોકોને વિનામૂલ્યે આપવામાં આવે છે. ગાંધી જયંતી નિમિતે ગાંધીનું ગુજરાત સૌપ્રથમ નિકોટીન મુક્ત અને દારૂ જેવા વ્યસનોથી મુક્ત થાય અને દારૂ પિતા લોકોનું સ્વાસ્થ સુધરે તેવા હેતુથી સમાજનું દૂષણ કહી શકાય તેવા દારૂના વ્યસની માટે નાથાભાઈની ટીમે આયુર્વેદિક ભુવડ દારૂ-સ્ટ્રોગ-1 અને ભુવડ દારૂ સ્ટ્રોંગ-2 બનાવ્યા છે. આ દારૂ બનાવવામાં નાથાભાઈએ ગૌમૂત્રનો અર્ક તુલસી ચીકુ સંતરા મોસબી સહિતની આયુર્વેદિક ચીજવસ્તુઓનો ઉપયોગ કર્યો છે. આ દારૂ પીવાથી દારૂની તલપ મટે છે સાથે સાથે આયુર્વેદિક દારૂથી ભૂખ લાગે છ. કફ જેવા અસાધ્ય રોગો પણ મટે છે. આમ વ્યક્તિ દારૂના વ્યસનમાંથી મુક્ત થાય છે સાથે સાથે તંદુરસ્ત પણ બને છે. આજે ગાંધી જયંતી નિમિતે પાલીતાણા મામલતદાર ડે.કલેકટર તેમજ પાલીતાણાના આગેવાનોની હાજરીમાં સ્વચ્છતા આભિયાન બાદ આ આયુર્વેદિક દારૂનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ