બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Archives / news_detail-22155

NULL / જામનગરના જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણપતિ દાદા માટે 11 551 લાડુનો અન્નકુટ તૈયાર

Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

 હાલ દુંદાળા દેવ ગણેશજીની ભક્તિનો માહોલ ચોતરફ છવાયેલો છે. ત્યારે જામનગરના કૃષ્ણનગરમાં આવેલ જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા બાર વર્ષ થી ગણપતિ પંડાલની સ્થાપના કરવામાં આવે છે ત્યારે કઈક નવું કરવા આ મિત્ર મંડળ પણ જાણીતું છે. ત્યારે આ વર્ષ ગણપતિજીને પ્રિય એવા 11 551 મોદકનો અન્નકુટનો થાળ બાપાને ધરવામાં આવ્યો છે.

હાલ ગણેશચતુર્થીનો પાવન અવસર ચાલી રહ્યો છે. ત્યારે જામનગર શહેરમાં પણ 1૦૦૦ થી વધુ ગણપતિ પંડાલોની સ્થાપના વિવિધ મંડળો દ્વારા કરવામાં આવી છે. તેમાં કેટલાય મંડળો દરવર્ષ કઈક નવું કરી અને રેકોર્ડ સર્જતા હોય છે. ત્યારે જામનગરના કૃષણનગરમાં આવેલ જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણપતિ પંડાલની સ્થાપના કરવામાં આવે છે. દરવર્ષ આ ગ્રુપ દ્વારા કંઈક અનોખું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષ પણ ગણપતિજીને અતિપ્રિય એવા 11 551 લાડુ આ ગ્રુપના સભ્યો અને આસપાસના સ્થાનિકોની ભારે જહેમત બાદ બનાવામાં આવ્યા છે.

લાડુનો આ પ્રસાદ ગણેશજીને અર્પણ કરવા ગતરાત્રિથી કુલ 5૦૦ જેટલા ભાઈઓ અને બેહનો આ લાડુ બનવાની કામગીરીમાં લાગી ગયા હતા. આટલા બધા ભકતોની અથાગ મેહનત બાદ 12 કલાક પછી 11 551 લાડુ તૈયાર થયા હતા. આટલા પ્રમાણમાં થોકબંધ લાડુ બનાવવા માટે 551 કિલો ઘઉં 2૦૦ કિલો ઘી 2૦ ડબ્બા તેલ 3૦૦ કિલો ગોળ 4૦૦ લીટર પાણી કાજુ કીસમીસ અને જાયફળ 25 કિલો. આમ આટલી બધી સામગ્રીનો ઉપયોગ કર્યા બાદ આ લાડુ તૈયાર થતા તેને ભગવાન ગણેશના પંડાલમાં અર્પણ કર્યા બાદ આ વિસ્તારના સ્થાનિકો દ્વારા આજે સવારે ભારે ભાવ સાથે મહાઆરતી કરવામાં આવી હતી.

લાડુના મહાપ્રસાદના દર્શન આજે આખો દિવસ અહીં ખુલ્લા રાખવામાં આવશે અને હજારો લોકો આ દર્શનનો લાભ લેશે અને બાદમાં આ તમામ લાડુને સાંજે પંડાલમાં યોજાતી મહાઆરતી બાદ પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ