બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / new-mahindra-mojo-ut-300-launched-at-rs-1-4-lakh

NULL / મહિન્દ્રાએ Mojo UT 300 મોટરસાઇકલ કરી લોન્ચ જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

vtvAdmin

Last Updated: 06:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મહિન્દ્રાએ સોમવારના રોજ મોજો 300 પ્રીમિયમ બાઈકનું એક નવું વેરિયન્ટ લોન્ચ કર્યું છે. નવા Christened Mojo UT 300 વર્ઝનની કિંમત 1.4 લાખ રુપિયા રાખવામાં આવી છે. UT300ની કિંમત સ્ટાન્ડર્ડ વેરિયન્ટની સરખામણીમાં 35000 રૂપિયા ઓછી છે. સ્ટાન્ડર્ડ વેરિયન્ટને Mojo XT નામથી લોન્ચ કરવામાં આવ્યુ હતું.

આ પ્રીમિયમ સ્પોર્ટ્સ ટૂરરની ઓવરઓલ કોસ્ટ ઓછી કરવા માટે નવા સસ્તા વેરિયન્ટમાં કોસ્મેટિક અને મિકેનિકલ ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં સૌથી મોટો સુધારો છો કન્વેન્શનલ ટેલિસ્કૉપિક ફૉક્ર્સનું લગાવવું. આ સિવાય એક્ઝોસ્ટ મફલર પણ હટાવી લેવામાં આવ્યું છે.

બાઇકમાં ડ્યૂઅલ હેડલેંપ સેટઅપ અને LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ આપવામાં આવી છે. 21 લીટર મોટી ફ્યૂલ ટેન્ક અને પ્રીમિયમ અલૉય વ્હીલ્સમાં કોઈ સુધારો કરવામાં નથી આવ્યો. આગળની બાજુ 320mm અને પાછળની બાજુ 240mmની ડિસ્ક બ્રેક છે.

આ બાઈકમાં એક મલ્ટી-ફંક્શનલ સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે જે એક એનાલોગ ટેકોમીટર અને LCD સ્ક્રીન ધરાવે છે. ઓછી કિંમત વાળા આ વેરિયન્ટમાં રેડિએટર ગાર્ડ એન્જિન કાઉલ અને ટેલ સેક્શન પર પેઈન્ટ કરવામાં નથી આવ્યું.

ફ્યુલનો ઓછો વપરાશ થાય તે માટે મહિન્દ્રા મોજોમાં 300CC સિંગલ-સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ સિવાય મોજો UTમાં એક ઈલ્કટ્રૉનિક ફ્યુલ ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું છે. અપડેટેડ મોટર 23.1IPS પાવર જનરેટ કરે છે. UT વેરિયન્ટમાં 25.2NM ટોર્ક જનરેટ થાય છે.

મહિન્દ્રાનું કહેવું છે કે નવી Mojo UT વધારે હલ્કી અને વિશ્વસનીય છે. આ બાઈક દેશભરના 60 શહેરોમાં ઉપલબ્ધ હશે. લોન્ચ ઓફર અંતર્ગત આ મહિનામાં બુકિંગ કરવા પર 10000 રૂપિયાનો ફાયદો થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ