બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / New lithium battery design prepare by Scientists for Smartphones
ADVERTISEMENT
બેટરી (Battery) માં એક જાળ જેવી સંરચના હોય છે, જેને નેનો ચેન કહેવાય છે. તે બેટરીમાં લિથિયમ આયન (lithium ion) ની ચાર્જિંગ ક્ષમતાને વધારે છે. તેનાથી ચાર્જિંગના સમયને ઘટાડી શકાય છે. જર્નલ એસીએસમાં આ નેનો મટીરિયલની જાણકારી અપાઇ છે. તેના જણાવ્યા મુજબ નેનો મટીરિયલ અર્ધ ધાતુના ગુણોનો ઉપયોગ કરે છે, જેનાથી લિથિયમ આયનોને સંગ્રહિત કરવાની શક્યતા વધી જાય છે.
ADVERTISEMENT
અભ્યાસ મુજબ તે ખૂબ મહત્ત્વનું છે કેમ કે સ્માર્ટફોન અને કમ્પ્યૂટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જીવન તે સામગ્રીમાં આયન સ્ટોરેજની ક્ષમતા પર નિર્ભર કરે છે, જે બેટરીના નકારાત્મક ઇલેક્ટ્રોડ બનાવે છે.
ADVERTISEMENT
જો બેટરીમાંથી આયન ખતમ થઇ જાય તો બેટરી ઉપકરણને ચલાવવા માટે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. અમેરિકાની યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા મુજબ ઉચ્ચ લિથિયમ આયન સ્ટોરેજવાળી સામગ્રી ખૂબ ભારે હોય છે અથવા તો ખોટા આકારની હોય છે, જે ગ્રેફાઇટનું સ્થાન લેવામાં સક્ષમ હોતી નથી. સામાન્ય રીતે બેટરીમાં ઇલેક્ટ્રોડના રૂપમાં ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે.
સંશોધકોએ જાણ્યું કે જ્યારે નેનો ચેન ઇલેક્ટ્રોડની સાથે કોઇન સેલ બેટરીને ૩૦ મિનિટ માટે ચાર્જ કરાઇ તો લિથિયમ આયનની ક્ષમતા બેગણી થઇ ગઇ. કેટલીક બેટરી પહેલેથી જ નેનો ચેન ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરે છે, પરંતુ તેને બનાવનારી સામગ્રી લિથિયમ આયનની તુલનાએ ત્રણ ગણી ફેલાઇ જાય છે. આવા સમયમાં તે સુરક્ષાને લઇને ખતરનાક સાબિત થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.