ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / કેન્દ્રીય વિદ્યાલય પર આવી સૌથી મોટી અપડેટ, એકસાથે અનેક રાજ્યોમાં કરાશે શરૂ, જાણો ગુજરાતમાં કેટલી ખુલશે?

કવાયત / કેન્દ્રીય વિદ્યાલય પર આવી સૌથી મોટી અપડેટ, એકસાથે અનેક રાજ્યોમાં કરાશે શરૂ, જાણો ગુજરાતમાં કેટલી ખુલશે?

Last Updated: 02:03 PM, 7 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Kendriya Vidyalaya : દેશમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVs) અને 28 નવા જવાહર નવોદય વિદ્યાલય (JNVs) ખોલવાની મંજૂરી, કયા રાજ્યોમાં કેટલી નવી KV અને JNV શાળાઓ ખોલવામાં આવશે જાણો અહીં

ADVERTISEMENT

New Kendriya Vidyalaya : કેન્દ્રીય વિદ્યાલય પર આવી સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે શુક્રવારે એટલે કે 6 ડિસેમ્બરે સમગ્ર દેશમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVs) અને 28 નવા જવાહર નવોદય વિદ્યાલય (JNVs) ખોલવાની મંજૂરી આપી હતી. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 8,231 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. કયા રાજ્યોમાં કેટલી નવી KV અને JNV શાળાઓ ખોલવામાં આવશે તેની યાદી પણ બહાર પાડવામાં આવી છે.

85 માન્ય કેન્દ્રીય વિદ્યાલયોમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં મહત્તમ 13 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખોલવામાં આવશે. જ્યારે અરુણાચલ પ્રદેશમાં 8 નવા જવાહર નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે. નવા કેન્દ્રીય વિદ્યાલયોની સ્થાપના 2025-26 થી શરૂ કરીને આઠ વર્ષના સમયગાળામાં કરવામાં આવશે, જ્યારે 28 JNV 2024-25 થી 2028-29 સુધીના પાંચ વર્ષમાં સ્થાપિત કરવામાં આવશે. PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સામૂહિક રીતે આ શાળાઓ લગભગ એક લાખ વિદ્યાર્થીઓ માટે વધારાની નોંધણી ક્ષમતા અને રોજગાર માટે લગભગ 6,600 નવી જગ્યાઓ ઊભી કરે તેવી અપેક્ષા છે.

હવે જાણીએ કયા રાજ્યોમાં નવા કેન્દ્રીય વિદ્યાલયો ખોલવામાં આવશે?

85 નવા ખુલેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં 13 શાળાઓ જમ્મુ અને કાશ્મીરમાં, 11 મધ્યપ્રદેશમાં, 9 રાજસ્થાનમાં, 8 ઓડિશામાં, 8 આંધ્રપ્રદેશમાં, 5 ઉત્તર પ્રદેશમાં, 4 ઉત્તરાખંડમાં, 4 છત્તીસગઢમાં, 4 હિમાચલમાં છે. પ્રદેશ, કર્ણાટકમાં 3 નવી અને એક શાળા અપગ્રેડ કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં 3, મહારાષ્ટ્રમાં 3, ઝારખંડમાં 2, તમિલનાડુમાં 2, ત્રિપુરામાં 2, દિલ્હીમાં 1, અરુણાચલ પ્રદેશમાં 1 અને આસામ અને કેરળમાં 1-1 શાળા ખોલવામાં આવશે.

નવા જવાહર નવોદય વિદ્યાલયો કયા રાજ્યોમાં ખોલવામાં આવશે?

28 નવા ખોલવામાં આવનાર જવાહર નવોદય વિદ્યાલયોમાં ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ અને મણિપુર માટે મોટી સંખ્યામાં JNV શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. અરુણાચલમાં 8, આસામમાં 6, મણિપુરમાં 3, કર્ણાટકમાં 1, મહારાષ્ટ્રમાં 1, તેલંગાણામાં 7, પશ્ચિમ બંગાળમાં 2 નવા જવાહર નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે.

વધુ વાંચો : 50 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં જોવા મળી ભારે મંદી, એકસાથે 17 લાખ રત્ન કલાકારો સંકટમાં

હવે કેટલી KV અને JNV શાળાઓ?

હાલમાં દેશના વિવિધ રાજ્યોમાં કુલ 1253 કેન્દ્રીય વિદ્યાલયો ચલાવવામાં આવી રહ્યા છે. દેશમાં કુલ 661 જવાહર નવોદય વિદ્યાલય (JNVs) છે. આ શાળાઓ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા સંચાલિત છે. નવી શાળાઓ શરૂ થયા બાદ દેશમાં કેન્દ્રીય વિદ્યાલયોની કુલ સંખ્યા 1338 અને જવાહર નવોદય વિદ્યાલયોની સંખ્યા 689 થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Jawahar Navodaya Vidyalaya Kendriya Vidyalaya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ