ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 50 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં જોવા મળી ભારે મંદી, એકસાથે 17 લાખ રત્ન કલાકારો સંકટમાં

પરેશાની / 50 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં જોવા મળી ભારે મંદી, એકસાથે 17 લાખ રત્ન કલાકારો સંકટમાં

Last Updated: 12:58 PM, 7 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ભારે મંદીનો માહોલ સર્જાયો છે. જેમાં હીરાની કેટલીક ફેક્ટરીઓ બંધ થતા 17 લાખ રત્નકલાકારો સંકટમાં મુકાયા હતા. આ મંદીના કારણે કેટલીક ફેક્ટરીઓમાં રત્નકલાકારોના પગારમાં 50 % કાપ મુકાયો હતો. જેને લઇ મોટા ભાગના રત્નકલાકારોએ નોકરી ગુમાવી છે.

ADVERTISEMENT

મળતી માહિતી મુજબ મંદીના લીધે 2 લાખ રત્નકલાકારોએ નોકરી ગુમાવી હોવાનો અંદાજ છે. જ્યારે દોઢ વર્ષ દરમિયાન 45 કર્મચારીઓએ આપઘાત કર્યાની માહિતી મળી છે. ત્યારે મંદીના માહોલમાં સુરત ડાયમંડ વર્કર યુનિયનને અનેક મદદના કોલ રિસિવ કર્યા હતા. જેમાં 3 હજારથી વધુ કર્મચારીઓએ મદદ માટે કોલ કર્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં સતત હીરાની માંગ ઘટતા સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે.

60 વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી

હોંગકોંગમાં હીરા ઉધોગ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે તેની સીધી અસર સુરતના હીરા ઉધોગ પર જોવા મળશે.ચાઇનામાં ગુજરાતીઓને ચીની નડ્યા છે .ચીનીઓએ હીરાને બદલે સોનું ખરીદવાનું શરૂ કરતાં 60 વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી છે. હીરામાં મંદીના પગલે ડાયમંડ વેપારીઓ અન્ય વ્યવસાયમાં જઇ રહ્યાં છે. અમુક વેપારી સુરત-મુંબઇ શિફ્ટ થઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં વધારો થતાં વિદેશમાં હીરા વેપાર પર અસર થઇ છે.

ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત

યુરોપિયન યુનિયન (EU)એ રશિયન હીરા પરના પ્રતિબંધ માટેના સનરાઇઝ પિરિયડના અમલને છ મહિના લંબાવ્યો છે. જે અનુસાર હવે 1 સપ્ટેમ્બરની તારીખ લંબાવી રફ-પોલિશ્ડ હીરાની આયાત માટે 1 માર્ચ, 2025 બાદ અમલમાં આવશે. વૈશ્વિક મંદી વચ્ચે હીરા ઉધોગને રાહત મળી છે.યુનિયને હીરાની આયાત માટે ટ્રેસિબિલિટી પ્રોગ્રામ 1 માર્ચ 2025ના રોજથી ફરજિયાત બનાવશે. ત્યારબાદ આયાતકારોએ 0.50 કેરેટથી વધુના હીરાની આયાતને ચકાસવા માટે ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત બનશે.

વધુ વાંચો : ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે, BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

ઉપરાંત યુનિયને નિયમો અમલમાં આવે તે પહેલાં EU કે રશિયા સિવાયના દેશોના હીરાને મુક્તિ આપવા 'ગ્રાન્ડ ફાધરિંગ' કલમ પણ ઉમેરી છે. નવા પ્રતિબંધો મુખ્યત્વે લિક્વિફાઇડ નેચરલ ગેસને લક્ષ્ય બનાવે છે. જેમાં હાલના પ્રતિબંધોની છટકબારીઓ દૂર કરી 116 સંસ્થા અને વ્યક્તિઓને પ્રતિબંધિત કરવાનું લક્ષ્ય છે. જ્યારે નવા નિયમોમાં એક્ઝિબિશન કે સમારકામ માટે રશિયામાંથી જવેલરીની અસ્થાયી આયાત-નિકાસને પણ મંજૂરી આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat diamond industry diamond industry diamond business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ