ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / never to share pan aadhar uan details over phone and social media

સાવધાન / EPFO એલર્ટ: ચેતી જજો ! નહીં તો ખાતુ થઇ જશે ખાલી, PF ખાતેધારકોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું

Published By: Khyati

Last Updated: 04:00 PM, 29 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારુ પીએફ અકાઉન્ટ હોય અને તમે નિવૃત થવાના હોવ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું નહી કો મહેનત પર ફરી વળશે પાણી

ADVERTISEMENT

  • EPFO દ્વારા જાહેર કરાયુ એલર્ટ
  • PF ખાતેધારકો માટે ખાસ સૂચના
  • એક ભૂલ પડી શકે છે ભારે 

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના તમામ યુઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે. EPFOએ તેના તમામ સભ્યોને કહ્યું કે કોઈ પણ ખાતાધારકે ભૂલથી પણ એકાઉન્ટ સંબંધિત માહિતી સોશિયલ મીડિયા પર શેર કરે નહી , નહીં તો ખાતાધારકોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. તેવામાં જો EPF ખાતાની માહિતી ફ્રોડ કરનારાઓના હાથમાં પહોંચી ગઇ તો તમારા ખાતામાંથી પૈસા ફટ દઇને ગાયબ થઇ જશે. 

ફ્રોડ કોલ-મેસેજથી સાવધાન- EPFO 

EPFOએ  એલર્ટ જાહેર કરતી વખતે સભ્યોને જણાવ્યું કે  EPFO ક્યારેય પણ આધાર, PAN, UAN, બેંક વિગતોની માહિતી માંગતું નથી. આવી સ્થિતિમાં, જો કોઈ તમને ફોન અથવા સોશિયલ મીડિયા પર આવી માહિતી માંગે છે, તો સાવચેત રહો તેને બિલકુલ શેર કરશો નહીં. આવા ફ્રોડ ફોન કોલ્સ કે મેસેજનો જવાબ ન આપવો જોઇએ. 

EPFOએ માહિતી આપી

તેના તમામ યુઝર્સ માટે એલર્ટ જારી કરતા, EPFOએ એક ટ્વીટમાં લખ્યું, 'તેના સભ્યોને ક્યારેય પણ ફોન અથવા સોશિયલ મીડિયા પર આધાર, PAN, UAN, બેંક એકાઉન્ટ અથવા OTP જેવી અંગત વિગતો શેર કરવા માટે કહો નહીં. EPFO આગળ જણાવે છે કે, EPFO ​​ક્યારેય પણ કોઈપણ સેવા માટે વોટ્સએપ, સોશિયલ મીડિયા વગેરે દ્વારા કોઈ રકમ જમા કરવાનું કહેતું નથી.

ફિશિંગ ઓનલાઇન છેતરપિંડી

નોંધનીય છે કે લોકોની મોટી કમાણી પીએફ ખાતામાં જમા થાય છે, જે લોકો નિવૃત્તિના ખર્ચ માટે જમા કરે છે. છેતરપિંડી કરનારાઓ સારી રીતે જાણે છે કે અહીં તેમને એક જ સ્ટ્રોકમાં મોટી રકમ મળશે, તેથી તેઓ ફિશિંગ એટેક દ્વારા એકાઉન્ટ પર હુમલો કરે છે.  ફિશિંગ એ ઓનલાઈન છેતરપિંડીનો એક ભાગ છે જેમાં જમાકર્તાને છેતરવામાં આવે છે, તેમની પાસેથી ખાતા સંબંધિત જરૂરી માહિતી મેળવવામાં આવે છે અને પછી ખાતું ક્લિયર કરવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

EPFO PF Account એલર્ટ ખાતા ધારકો પીએફ એકાઉન્ટ EPFO news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ