બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Never seen such a thing! In this state you can now go to jail when you have fun without crime, find out how

OMG / આવું ક્યાંય નહીં જોયું હોય! આ રાજ્યમાં હવે ગુના વગર તમે મજા આવે ત્યારે જેલ જઇ શકશો, જાણો કેવી રીતે

Nirav

Last Updated: 11:33 PM, 23 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેલમાં શું હોય છે ? અપરાધીઓની દિનચર્યા શું હોય છે? કઈ રીતે આરોપી લોકો બંધ જેલમાં રહે છે? આ તમામ સવાલો એ લોકોના મનમાં જરૂર થશે જે આજ સુધી ક્યારેય જેલમાં નથી ગયા?

  • મહારાષ્ટ્રમાં થઈ જેલ ટૂરિઝમની શરૂઆત 
  • સીએમ ઠાકરે કરશે યરવડામાં ઉદ્ઘાટન 
  • રાજ્યની અન્ય જેલમાં પણ શરૂ કરાશે

મહારાષ્ટ્રમાં જેલ ટૂરિઝમની શરૂઆત થવા જઈ રહી છે, આ માટે પ્રથમ તબક્કામાં યરવડા જેલમાં આની શરૂઆત થશે, આ અવસર  પર મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર જેલ પર્યટનની રીતે યરવડા જેલનું ઉદ્ઘાટન કરશે, આની પછી રાજ્યની અન્ય જેલોમાં પણ આ જ કામ કરવામાં આવશે. 

શું કહ્યું મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ?

જેલ ટૂરિઝમની શરૂઆતથી સામાન્ય લોકોને જેલ વહીવટી તંત્ર અને તેના રહેવાની માહિતી પ્રાપ્ત થશે, લોકોને જેલમાં થયેલી ઐતિહાસિક ઘટનાઓ અને અન્ય ઇતિહાસની જાણકારી મળી શકશે. 

ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, દેશ અને રાજ્યના ઇતિહાસમાં યરવડા સિવાય અન્ય જેલોનું પણ ઘણું મહત્વ છે, આ જેલમાં ઐતિહાસિક ઘટનાઓ બની છે, આના પછી બીજા અને ત્રીજા ચરણમાં નાસિક અને નાગપૂરની જેલમાં પણ આની શરૂઆત કરવામાં આવશે. 

માદક પદાર્થોને લઈને પણ કરી વાત 

આની સાથે જ ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે અમુક જેલોમાં માદક પદાર્થો પહોંચાડવાને લઈને તપાસ ચાલી રહી છે, નાગપુરની જેલમાં બનેલી અમુક ઘટનાઓ ઘણી ગંભીર છે, અને આ મામલે પણ તપાસ ચાલી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Jail Tourism Maharashtra Maharashtra Government જેલ ટૂરિઝમ OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ