વાસ્તુ અનુસાર, ઘરનો મુખ્ય દરવાજો ખાસ મહત્વ ધરાવે છે. જેમાં નકારાત્મક અને સકારાત્મક ઉર્જા મુખ્ય દરવાજા દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે. આથી મુખ્ય દરવાજા સાથે સંબંધિત નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી મનાય છે. તો ચાલો વાસ્તુ અનુસાર, મુખ્ય દરવાજા સંબંધિત વાસ્તુ નિયમો વિશે જાણીએ.
- દિશા
ઘરનો મેઈન ડોર હંમેશા યોગ્ય દિશામાં હોવો જોઈએ. તેને ખોટી દિશામાં બનાવવાથી નકારાત્મક અસરો થઈ શકે છે. મુખ્ય દરવાજો હંમેશા ઉત્તર-પૂર્વ તરફ હોવો જોઈએ. જો એમ પોસિબલ ન હોય તો તમે મુખ્ય દરવાજો દક્ષિણ-પૂર્વ તરફ પણ રાખી શકો છો. પરંતુ ખાસ ધ્યાન રાખો કે, મેઈન ડોર ક્યારેય દક્ષિણ-પશ્ચિમ તરફ ન હોય. મેઈન ડોર યોગ્ય દિશામાં રાખવાથી પરિવારના સભ્યોના જીવન પર સકારાત્મક અસર પડે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
- નેમ પ્લેટ
વાસ્તુ અનુસાર, ઘરમાં નામ પ્લેટ લગાવવી શુભ મનાય છે. ઘરના મેઈન ડોર પર હંમેશા નેમ પ્લેટ લગાવવી જોઈએ. તેનાથી ઘરમાં સ્વાસ્થ્ય, સંપત્તિ, સુખ અને સમૃદ્ધિ વધે છે. પણ નેમ પ્લેટ પર ધૂળ જમા ન થવા દો, તેને દરરોજ સાફ કરવી જરૂરી છે. આ બાબતોને ધ્યાનમાં રાખવાથી તમારા જીવનમાં સકારાત્મકતા વધી શકે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે.

- વીજળીનો થાંભલો કે વૃક્ષ
વાસ્તુ શાસ્ત્રમાં, મેઈન ડોરની સામે વીજળીનો થાંભલો કે વૃક્ષ હોવું અશુભ મનાય છે. કેમ કે, તેનો પડછાયો ઘરના વાતાવરણ પર નકારાત્મક અસર કરી શકે છે. આથી જો તમારા મુખ્ય દરવાજાની સામે કોઈ વૃક્ષ કે થાંભલો હોય તો તમારે દરરોજ મેઈન ડોર પર સ્વસ્તિક દોરવું જોઈએ.
- દરવાજાની સાઈઝ
વાસ્તુ શાસ્ત્રમાં, બે દરવાજાવાળા દરવાજાને વધુ શુભ માનવામાં આવે છે. ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર ઘરના અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઈએ. મેઈન ડોર સાથે સંબંધિત આ નિયમોનું પાલન કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને જીવનમાં આવતા અવરોધો પણ દૂર થઇ શકે છે.
- તુલસીનો છોડ
તમે દરવાજા પાસે તુલસીનો છોડ રાખી શકો છો. તે નકારાત્મક પ્રભાવોને દૂર કરે છે અને ઘરમાં સારું વાતાવરણ જાળવી રાખે છે. મેઈન ડોરને સ્વચ્છ રાખવો પણ જરૂરી છે.
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદાર vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ