બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ‘અમેરિકાના ભરોસે ન રહે ઇઝરાયેલ, હવે જાતે જ બનાવવા પડશે હથિયાર’, નેતન્યાહૂનું મોટું નિવેદન

વિશ્વ / ‘અમેરિકાના ભરોસે ન રહે ઇઝરાયેલ, હવે જાતે જ બનાવવા પડશે હથિયાર’, નેતન્યાહૂનું મોટું નિવેદન

Pravin Joshi

Last Updated: 09:37 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દેશને સૈન્ય અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકતા એક મોટું નિવેદન આપ્યું છે કે ઇઝરાયેલે હવે પોતાના હથિયારો જાતે જ બનાવવા પડશે.

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ અને ઇરાન સમર્થિત સંગઠનો સામેની લડાઈ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક અત્યંત ચોંકાવનારું અને મોટું રણનીતિક નિવેદન આપ્યું છે. દેશની સુરક્ષા વ્યવસ્થાને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવાની વકીલાત કરતા નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે ઇઝરાયેલે પોતાના હથિયારોનું ઉત્પાદન જાતે જ કરવું પડશે અને વિદેશી શક્તિઓ પરની પોતાની રણનીતિક નિર્ભરતાને ક્રમશઃ ઘટાડવી પડશે. ઇઝરાયેલી વડાપ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમનો દેશ પ્રાદેશિક સ્તરે અનેક મોરચે એકસાથે સંઘર્ષનો સામનો કરી રહ્યો છે.

netanyahu death Fack News

અમેરિકાની મદદ સ્વીકારી

વેસ્ટ બેંકના કબજા હેઠળના વિસ્તાર એવા ગશ એત્ઝિયોન ખાતે રિઝર્વ કોમ્બેટ ફોર્સના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ સાથે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન નેતન્યાહૂએ પોતાના મનની વાત શેર કરી હતી. તેમણે કહ્યું કે, હું વર્ષોથી અમારા અમેરિકી મિત્રો તરફથી મળેલા સમર્થન અને અદભુત સહયોગની ભારે પ્રશંસા કરું છું. પરંતુ આજે હું મક્કમતાથી કહું છું કે આપણે હથિયારોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવું જ પડશે. આપણે આપણા હથિયાર જાતે બનાવવા પડશે અને વિદેશી આપૂર્તિકર્તાઓ પર નિર્ભર રહેવાનું બંધ કરવું પડશે.

TRUMP-NETANYAHU

આગામી 30 વર્ષની સ્થિતિ સૈન્ય તાકાત નક્કી કરશે

નેતન્યાહૂએ લશ્કરી કમાન્ડરોને સંબોધિત કરતા ભવિષ્યની રણનીતિ સ્પષ્ટ કરી હતી. તેમણે દાવો કર્યો કે ઇઝરાયેલની આવનારા દાયકાઓની વૈશ્વિક સ્થિતિ તેની વર્તમાન સૈન્ય શક્તિ અને તેને જાળવી રાખવાની ક્ષમતા પર નિર્ભર કરે છે. તેમણે ઉમેર્યું, આપણે આ સમયે ઇરાન અને તેના સહયોગી સંગઠનોના જોખમનો મજબૂતાઈથી સામનો કરી રહ્યા છીએ. અમે તેમને અત્યાર સુધી કડક જવાબ આપ્યો છે. આ યુદ્ધ હજુ પૂરું થયું નથી, પરંતુ બધું જ આપણી આંતરિક તાકાત પર નિર્ભર કરે છે. આગામી 30 Years માં વૈશ્વિક નકશા પર આપણી સ્થિતિ શું હશે, તે આપણી લશ્કરી શક્તિ જ નક્કી કરશે. તેથી અમે ઇઝરાયેલને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. તેમણે સૈન્ય નેતૃત્વને વ્યુહાત્મક નિર્ભરતાથી મુક્ત થવા, સંરક્ષણ ક્ષેત્રે નવી અત્યાધુનિક ટેકનોલોજી અપનાવવા અને કમા

વોશિંગ્ટનની બદલાતી નીતિઓ અને ઇઝરાયેલની ચિંતા

વાસ્તવમાં, બેન્જામિન નેતન્યાહૂ લાંબા સમયથી અમેરિકી સૈન્ય સહાય પર ઇઝરાયેલની નિર્ભરતાને ધીમે-ધીમે ઓછી કરવાના પક્ષમાં રહ્યા છે. હાલના દિવસોમાં જે રીતે જેરૂસલેમ અને ઇરાન વચ્ચે બેકચેન ડિપ્લોમેટિક એટલે કે રાજદ્વારી વાર્તાલાપ વધી રહ્યો છે, તેનાથી ઇઝરાયેલની ચિંતામાં સતત વધારો થયો છે. ઇઝરાયેલને આશંકા છે કે ભવિષ્યમાં વોશિંગ્ટનની બદલાતી વિદેશ નીતિઓ તેની લશ્કરી વ્યુહરચના અને મિડલ ઇસ્ટમાં મુક્તપણે સૈન્ય કાર્યવાહી કરવાની તેની સ્વતંત્રતાને મર્યાદિત અથવા પ્રભાવિત કરી શકે છે.

ટ્રમ્પ અને જેડી વેન્સના નિવેદનો પર વળતો પ્રહાર?

નેતન્યાહૂનું આ કડક વલણ તાજેતરમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની ટિપ્પણી બાદ સામે આવ્યું છે. વેન્સ ગયા અઠવાડિયે જ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે તાજેતરના મહિનાઓમાં ઇઝરાયેલની સુરક્ષા અને યુદ્ધ માટે ઉપયોગમાં લેવાયેલા કુલ હથિયારોમાંથી 2/3 જેટલા હથિયારો એકલા અમેરિકાએ પુરા પાડ્યા હતા અને તેના માટે ફંડિંગ પણ આપ્યું હતું.

આ પણ વાંચો : અચાનક આગ લાગે ત્યારે બચવા શું કરવું? જાણો જીવ બચાવવાના મહત્વના ઉપાય

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઇરાન સાથેના સંભવિત યુદ્ધનો ઉલ્લેખ કરીને ઇઝરાયેલ પર અમેરિકાનો અહેસાન જતાવી ચૂક્યા છે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો તેઓ સત્તામાં ન હોત, તો કદાચ ઇઝરાયેલનું અસ્તિત્વ જ બચ્યું ન હોત. આ તમામ આંતરરાષ્ટ્રીય દબાણો અને નિવેદનો વચ્ચે નેતન્યાહૂએ આત્મનિર્ભરતાનો રાગ આલાપીને અમેરિકાને સ્પષ્ટ સંકેત આપી દીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MilitarySelfReliance IsraelUSRelations BenjaminNetanyahu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ