બ્રેકિંગ ન્યુઝ
VTV / Fashion & Beauty / neem face pack of every skin problems
ADVERTISEMENT
ઔષધીય ગુણોથી ભરપૂર લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે પરંતુ આજે અમે તમને લીમડાના બ્યૂટી બેનિફિટ્સ જણાવવા જઇ રહ્યા છીએ.
પિંપલ્સ
ખીલ, પિંપલ્સ અને ડાઘ ધબ્બાની સમસ્યા દૂર કરવા માટે તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો. એના માટે લીમડાના પાનને પીસીને ચહેરા પર 10 15 મીનિટ સુધી લગાવી રાખો અને પછી પાણીથી ધોઇ નાંખો. સપ્તાહમાં 2 થી 3 વખત ઉપયોગ કરવા પર પિંપ્લસ જેવી સમસ્યાઓથી છુટકારો મળશે.
ADVERTISEMENT

એન્ટી એજિંગ સમસ્યાઓ
લીમડાના પાનની પેસ્ટ બનાવીને એમા હળદર મિક્સ કરો. એને ચહેરા પર 10-15 મીનિટ લગાવીને સૂકવી દો. પછી પાણીથી ચહેરો ધોઇ નાંખો. સપ્તાહમાં બે વખત નિયમિત રૂપથી એનો ઉપયોગ કરો. એનાથી વધતી ઉંમરની સમસ્યાઓથી બચી શકાશે.
ADVERTISEMENT

ગ્લોઇંગ સ્કિન
લીમડાનો પાઉડર અને ચંદન પાઉડર અને ગુલાબજળના થોડા ટિપા મિક્સ કરીને ચહેરા પર 15 મીનિટ લગાવો અને નવશેકા પાણીથી સાફ કરી લો. તમે ઇચ્છો તો ગુલાબજળની જગ્યાએ એલોવેરા વોટર પણ મિક્સ કરી શકો છો.
ADVERTISEMENT
READ ALSO: શું છે મહિલાઓને સતાવતી પીસીઓડી સમસ્યા, તેનાથી કેવી રીતે બચી શકાય?
સારું ટોનર
લીમડાના પાન પાણીમાં સારી રીતે ઉકાળી લો. જ્યારે પાણી અડધું થઇ જાય તો એને ઠંડું થવા માટે રાખી દો. હવે એને બોટલમાં સ્ટોર કરો અને જરૂર પડવા પર ટોનરની જેમ યૂઝ કરો.
ADVERTISEMENT

ડ્રાઇ સ્કીન
ડ્રાય સ્કીન માટે લીમડો સૌથી સારો ઉપાય છે. એના માટે દરરોજ દિવસમાં 2 વખત લીમડાના પાણીથી ચહેરો ધોવો. આ ઉપરાંત લીમડાના પાનમાં મઘ મિક્સ કરીને લગાવો. એનાથી તમારી સ્કીન ડ્રાય રહેશે નહીં.
ADVERTISEMENT
READ ALSO: એલોવેરાનો આવી રીતે ઉપયોગ કરવાથી ચહેરા પરના ચાઠાથી મળશે છુટકારો
કરચલી
વધતી ઉંમરની સાથે કરચલી અને ફાઇન લાઇન્સની સમસ્યા થવી સામાન્ય વાત છે પરંતુ ખોટી લાઇફસ્ટાઇલના કારણે નાની ઉંમરમાં પણ પરેશાની જોવા મળે છે. એના માટે 1/2 કપ ઓટમીલ, 1 ટેબલસ્પૂન કાચુ દૂધ, 1 ટીસ્પૂન મધ, 2 ટીસ્પૂન લીમડાની પેસ્ટને બ્લેન્ડ કરો. પછી એને હળવા હાથથી સ્ક્રબ કરો અને 20 મીનિટ બાદ ચહેરાને ચોખ્ખા પાણીથી સાફ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.