બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Polycystic ovary syndrome problem solution

Health Tips / શું છે મહિલાઓને સતાવતી પીસીઓડી સમસ્યા, તેનાથી કેવી રીતે બચી શકાય?

Published By: Kavan

Last Updated: 07:27 PM, 27 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસભર ઘરના કામની જવાબદારી ઉપરાંત પરિવાર અને ઓફિસના તણાવથી ખાસ કરીને મહિલાઓમાં નાના મોટા રોગોની ફરિયાદ રહે છે. અત્યાર સુધી 30થી 35 વર્ષની ઉંમરની મહિલાઓમાં પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમના કેસ આવતા હતા, પરંતુ હવે ગામડાની સ્ત્રીઓ ઉપરાંત છોકરીઓમાં પણ આવી સમસ્યાઓ વધી રહી છે. તેમાં મોટાભાગની મહિલાઓ અનિયમિત માસિકની ફરિયાદ કરતી જોવા મળે છે.

  • પીસીઓડી અથવા પીસીઓએસની સમસ્યાનું નિરાકરણ
  • ગામડાની સ્ત્રીઓમાં વધી રહી છે સમસ્યા

પીસીઓડી અથવા પીસીઓએસની સમસ્યામાં મહિલાના અંડાશયમાં પુરુષ હોર્મોનનું સ્તર વધી જાય છે. આ કારણે વજન વધવુ, વધુ વાળ ઉગવા, ચહેરા પર ખીલ થવા, માસિકમાં અનિયમિતતા જેવી સમસ્યાઓ થાય છે. 

આ બિમારીનું સ્પષ્ટ કારણ તો જાણવા મળ્યુ નથી, પરંતુ મોટાભાગના કેસમા તણાવ અને બગડેલી જીવનશૈલી તેમજ ખાણીપીણીના કારણે પણ હોર્મોનનુ અસંતુલન મુખ્ય કારણ બને છે. મેનોપોઝ બાદ પણ જો બ્લીડિંગ થતુ હોય તો સતર્ક રહો. ઉંમરના આ પડાવ પર દરેક પ્રકારના લક્ષણ સામે આવે છે.

સતર્ક રહો

નાની ઉંમરમાં શરીરમાં કોઇ ગરબડ અથવા કોઇ પણ ઉંમરે જો આ રોગના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ઇલાજ કરાવી લેવો જોઇએ. નહીંતર ભવિષ્યમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હ્રદય સંબંધિત રોગો અને ગર્ભાશયના કેન્સરની શક્યતાઓ વધી જાય છે.

ઇલાજની રીત

આ રોગમાં ડોક્ટર સૌથી પહેલા તેના લક્ષણ અંગે તપાસે છે. ત્યારબાદ લક્ષણોના આધારે ફિઝિકલ એગ્ઝામિનેશન ઉપરાંત બ્લડ ટેસ્ટ કરીને ઇલાજની પધ્ધતિ નક્કી કરવામાં આવે છે. આ રોગથી પિડાતી વ્યક્તિને જીવનશૈલીમાં બદલાવ અને જરુરિયાત અનુસાર હોર્મોનની દવાઓ પણ આપવામાં આવે છે.

લાઇફસ્ટાઇલ બદલો

તણાવમુક્ત રહો. આ માટે નિયમિત મેડિટેશન કરો અને સંગીત સાંભળો તેમજ પુસ્તકો વાંચો. પગપાળા ચાલવુ, જોગિંગ, યોગ, જુમ્બા, ડાન્સ, એરોબિક્સ, સાઇકલિંગ, સ્વિમિંગ કે કોઇ ફિઝિકલ એક્ટિવિટી કરો. 

જંકફુડ કે તળેલુ ખાવાના બદલે પૌષ્ટિક સંતુલિત આહાર લો. લીલા શાકભાજી, અળસી, દહીં, કિશમિશ, અખરોટ અને સિઝનલ ફ્રુટ્સ આહારમાં સામેલ કરો આ ઉપરાંત પિત્ઝા,
પાસ્તા, ડબ્બામાં મળતી વસ્તુઓ કે પ્રોસેસ્ડ ફુડ ન ખાવ.

સંકળાયેલા મુદ્દાઓ

Polycystic ovary syndrome ગુજરાતી ન્યૂઝ પીસીઓડી મહિલા હેલ્થ ટિપ્સ pcos problem

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ