બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

VTV / મનોરંજન / Gujarati Film Samandar trailer release

ભરતી આવે છે / મયુર ચૌહાણ સ્ટારર ફિલ્મ સમંદરનું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, જોવા મળ્યો ખૂંખાર અંદાજ

Ajit Jadeja

Last Updated: 02:05 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મયુર ચૌહાણ અને જગજીતસિંહ સ્ટારર આ ગુજરાતી ફિલ્મ સમંદરમાં સમુદ્ર કિનારાના એક ગામની વાત છે. ટ્રેલર પરથી દેખાઈ રહ્યું છે કે આ વાર્તા ક્રાઈમ કરતા બે મિત્રોની વધારે છે

લાંબા સમયથી દર્શકો જેની રાહ જોઈ રહ્યા હતા અને જેના ગીતોએ ગુજરાતીઓમાં ઓલરેડી ચર્ચા જગાવી છે, તેવી અપકમિંગ ફિલ્મ સમંદરનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. સવા ત્રણ મિનિટના આ ટ્રેલરમાં ગુજરાતી સિનેમામાં અત્યાર સુધી ભાગ્યે જ જોવા મળ્યો હોય તેવો અંદાજ દેખાઈ રહ્યો છે. ફિલ્મના ટ્રેલરના વ્યુઝ સટાસટ વધી રહ્યા છે. 

મયુર ચૌહાણ અને જગજીતસિંહ સ્ટારર આ ગુજરાતી ફિલ્મ સમંદરમાં સમુદ્ર કિનારાના એક ગામની વાત છે. ટ્રેલર પરથી દેખાઈ રહ્યું છે કે આ વાર્તા ક્રાઈમ કરતા બે મિત્રોની વધારે છે. જેઓ બાળપણથી ખરા અર્થમાં પાર્ટનર ઈન ક્રાઈમ છે, આગળ જતા બંને સમંદર કિનારે પોતાનું સામ્રાજ્યા ઉભુ કરે છે. પરંતુ જ્યારે તેમાં પોલિટિક્સની એન્ટ્રી થાય છે, ત્યારે બંને મિત્રોના કિનારા જુદા જુદા થાય છે. 

અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર

ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસમાં નરેશનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર મયુર ચૌહાણ ફિલ્મ સમંદરમાં એક નવા જ અંદાજમાં દેખાઈ રહ્યા છે, તો વિઠ્ઠલ તીડી, રઘુ સીએનજી જેવા પ્રોજેક્ટમાં પોતાની છાપ છોડનાર જગજીતસિંહ વાઢેરનો સ્ક્રીન અપીરીયન્સ પણ ખતરનાક છે. આ ફિલ્મનું ટ્રેલર તમને 70-80ના દાયકામાં લઈ જાય છે, જ્યારે સ્મગલિંગ થતું હતું. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા ફિલ્મ સમંદરનું માર હલેસા અને હાવજના ઠેકાણા એમ બે ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે, જે બંને દર્શકોને ખૂબ પસંદ આવ્યા છે. સૈયર મોરી રે ફેમ વિશાલ વડાવાલા ડિરેક્ટેડ આ ફિલ્મમાં મયુર ચૌહાણ અને જગજિતસિંહની સાથે સાથે ગુજરાતી ફિલ્મોના ખમતીધર કલાકારો ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ચેતન ધાનાણી, દીક્ષા જોશી, મમતા સોની, કલ્પના ગાગડેકર, મયુર સોનેજી જોવા મળશે. જ્યારે આ ફિલ્મી વાર્તા અને સ્ક્રીન પ્લે સ્વપ્નિલ મહેતાએ લખ્યો છે. વટ, વચન અને વેરની સાથે સાથે ઉદય અને સલમાનની વાત કરતી આ ફિલ્મ સમંદરની ભરતી થિયેટરમાં 17મી મેના રોજ આવવાની છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ