બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ગુજરાત / Politics / ગુજરાતની આ હોટ બેઠકો પર દેશની નજર, કઈ બેઠકો પર રસાકસીનો જંગ? કોણ જનતાનું 'હોટ ફેવરિટ'

Elections 2024 / ગુજરાતની આ હોટ બેઠકો પર દેશની નજર, કઈ બેઠકો પર રસાકસીનો જંગ? કોણ જનતાનું 'હોટ ફેવરિટ'

Last Updated: 08:16 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Elections 2024: ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે જાણીએ હોટ સીટના ઉમેદવાર વિશે

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. અત્રે જણવીએ કે, લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 93 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આજે મોડી સાંજ સુધીમાં ગુજરાતના 266 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થવાનો છે. ત્યારે ગુજરાતીની ઘણી બેઠકો એવી છે જે આ વખતે ખૂબ જ ચર્ચામાં રહી છે, તેવી હોટ સીટના ઉમેદાવરો વિશે જાણીશું.

  • ગાંધીનગર લોકસભા બેઠક

ઉમેદવાર: અમિત શાહ, ભાજપ

Amit-Shah

કોણ છે અમિત શાહ?
અમિત શાહ દેશના ગૃહમંત્રી છે. ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા છે. 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા છે. ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો છે. અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા છે.

  • નવસારી લોકસભા બેઠક

ઉમેદવાર- સી આર પાટીલ, ભાજપ

CR-Patil

નવસારી લોકસભા બેઠક

નવસારી લોકસભા બેઠક 2008માં થયેલા મતક્ષેત્રના નવા સિમાંકન બાદ અમલમાં આવી છે. અત્રે જણાવીએ કે, અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. 2009થી આ બેઠક પર જીતતા આવેલા સી.આર. પાટીલને રિપીટને ભાજપે રિપીટ કર્યાં છે

  • બનાસકાંઠા લોકસભા બેઠક

ઉમેદવાર- ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ

કોણ છે ગેનીબેન ?

ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે. 2017માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેન 2012માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 6655 મતોના માર્જિનથી જીત્યા હતા. ગેનીબેન 2022માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. 2019 માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો. ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યા હતા.

  • આણંદ લોકસભા બેઠક

ઉમેદવાર- અમિત ચાવડા

Amit-Chavda

કોણ છે અમિત ચાવડા?
અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે.  OBC સમાજનો અગ્રણી ચહેરો છે.  સ્થાનિક સ્તરે એકંદરે સ્વીકૃત ચેહરો છે. નિર્વાદિત છબી અને મધ્ય ગુજરાતમાં પીઢ કોંગ્રેસીઓ સાથે નિકટતા છે. ઇશ્વર ચાવડાના પૌત્ર અને ભરતસિંહના પિતરાઇ ભાઇ છે.

  • રાજકોટ લોકસભા બેઠક

ઉમેદવાર- પુરૂષોત્તમ રૂપાલા, ભાજપ

Parushottam-Rupala

ચર્ચાસ્પદ બેઠક રાજકોટ

રાજકોટ લોકસભા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. પરશોત્તમ રૂપાલા ઉમેદવાર જાહેર થયા બાદ આ સીટ પર કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. પરશોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ આ બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી

  • ભરૂચ લોકસભા બેઠક

ઉમેદવાર- ચૈતર વસાવા, આપ (ઈન્ડિયા ગઠબંધન)

Chaitar-Vasava

કોણ છે ચૈતર વસાવા?

12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. પત્ની 2 વખત નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યાં છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠકમાં AAP પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. 55.9 ટકા વોટ સાથે ધારાસભ્ય બન્યા હતા. ભાજપના હિતેશકુમાર વસાવા અને કોંગ્રેસના જેરમાબેન વસાવાને હરાવ્યાં હતાં. ઈન્ડિયા ગઠબંધને ભરૂચ બેઠક પર લોકસભા ટિકિટ આપી હતી. 

  • ભરૂચ લોકસભા બેઠક

ઉમેદવાર- મનસુખ વસાવા, ભાજપ

MANSUKH-VASAVA

કોણ છે મનસુખ વસાવા?

મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. 1989થી આ બેઠક પરથી 6 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે.  1998,1999,2004,2009,2014 અને 2019માં ચૂંટાયા છે. ભાજપે મનસુખ વસાવાને 7મી ટર્મ માટે ટિકિટ આપી છે. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા.  

  • પોરબંદર લોકસભા બેઠક

ઉમેદવાર- મનસુખ માંડવિયા, ભાજપ

Mansukh-Mandaviya

કોણ છે મનસુખ માંડવિયા ?

માંડવિયા એક ખેડૂત પરિવારમાંથી આવે છે, માંડવિયા 2002માં પાલીતાણા મતવિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા.તેઓ સૌપ્રથમ 5 જુલાઈ, 2016ના રોજ કેન્દ્રીય કેબિનેટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી બન્યા હતા. તો 2019માં સ્વતંત્ર હવાલા સાથે રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી બન્યા હતા.

  • ભાવનગર લોકસભા બેઠક

ઉમેદવાર- ઉમેશ મકવાણા, આપ

Umesh-Makwana

ઉમેશ મકવાણા કોણ છે ?

ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય છે. 2022માં આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતાં. તેમના પિતાનું નામ નારણ મકવાણા છે. ઉમેશ મકવાણા સામે ભાજપે નિમુબેન બાંભણિયાને મેદાનમાં ઉતાર્યા છે

જાણીએ, અન્ય કેટલીક હોટ શીટના ઉમેદાવરો કોણ છે ?

Hemang-Joshi

Jeni-Thummar

Nimuben-Bhambhaniya

Paresh-Dhanani

Poonam-Madam

Rajesh-Chudasama

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ