બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ફ્રીમાં મુસાફરી, દવાઓ પર ડિસ્કાઉન્ટ... મતદાન જાગૃતિ માટે ગુજરાતમાં અપાઇ સ્પેશ્યલ ઓફર્સ

લોકસભા ચૂંટણી 2024 / ફ્રીમાં મુસાફરી, દવાઓ પર ડિસ્કાઉન્ટ... મતદાન જાગૃતિ માટે ગુજરાતમાં અપાઇ સ્પેશ્યલ ઓફર્સ

Last Updated: 07:48 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના હેતુથી બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ, ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાસ ઓફર જાહેર

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સુરત લોકસભા બેઠક સિવાયની બાકીની 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. આવી સ્થિતિમાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના હેતુથી બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ, ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ ઓફર જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી અપેક્ષા કરતા ઓછી જોવા મળી હતી. આવી સ્થિતિમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સતત પ્રયાસો કરી રહ્યું છે.

આ તરફ હવે આવા પ્રયાસને ટેકો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે, જે લોકો મતદાન કરે છે તેઓને તેમના મતદાન પ્રતીક બતાવીને મફતમાં AMTS બસમાં સવારી કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત મતદાનના સમય દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં કોઈ પાર્કિંગ ચાર્જ નહીં વસૂલવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ તરફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને પણ જાહેરાત કરી છે કે જે લોકો મતદાન કર્યા પછી મતદાનનું પ્રતીક બતાવશે તેમને દવાઓની ખરીદીમાં 7 થી 10% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મતદારો ગુજરાતમાં કોઈપણ સ્ટોરમાંથી દવાઓ પર ડિસ્કાઉન્ટ મેળવી શકશે. આ ઉપરાંત મતદાન કરનારા લોકો માટે અમદાવાદના રિવરફ્રન્ટમાં ચાલતા ક્રૂઝ પર ડિનર પર 10 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.

ધોરાજીમાં પેટ્રોલપંપ સંચાલકોનો અનોખો અભિગમ

રાજકોટના ધોરાજીમાં મતદાન વધારવા પેટ્રોલપંપ સંચાલકોનો અનોખો અભિગમ અપનાવ્યો છે. વિગતો મુજબ ધોરાજી પેટ્રોલ પંપ સંચાલકોએ આકર્ષક ઓફરની જાહેરાત કરી છે. જે મુજબ મતદાનનું ચિહ્ન બતાવનાર મતદારોને ઓઇલની ખરીદી પર ડિસ્કાઉન્ટ મળશે. ઓઈલની ખરીદી પર 50% ડિસ્કાઉન્ટની રૂદ્ર પેટ્રોલિયમના સંચાલકે જાહેરાત કરી છે.

મતદાન જાગૃતિ માટે ડૉક્ટરોની નવતર પહેલ

લોકસભાના ચૂંટણીના મતદાનમાં વધારો થાય તેવું દરેક રાજકીય પક્ષો આયોજન કરતા હોય છે અને તેની સામે જ લોકશાહીમાં લોકોનો મત વધુમાં વધુ પડે તેને ધ્યાનમાં લઈને હોટલ એસોસિએશન દ્વારા સાતથી 10% નું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ ગાંધીનગરના ડોક્ટરો દ્વારા પણ 50 થી 100 ટકા સુધી ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. આમ સવારે જે દર્દીઓ મતદાન કર્યા બાદ સારવાર માટે હોસ્પિટલ જશે અને મતદાન કરેલા આંગળીનું ચિન્હ બતાવશે ત્યારે ડોક્ટર ઓપીડીની ફી લેશે નહીં. જ્યારે સામાન્ય બીમારીમાં સો ટકા અને મોટી બીમારીમાં 50% જેટલું ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. આમ નાના બાળકોથી લઈને મોટેરા સુધીના તમામ ડોક્ટરો 50% થી 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.

મહત્તમ મતદાનના ઉદ્દેશ્ય સાથે બિલ્ડર એસોસિએશન CREDAI એ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે પણ પેઇડ લીવની જાહેરાત કરી છે. CREDAI એ તમામ સ્થળોએ મતદાન માટે સ્થાનિક કામદારોને અડધા દિવસની રજા અને અન્ય જિલ્લાઓમાં રહેતા કામદારોને એક દિવસની પેઇડ રજા આપવાનો આદેશ આપ્યો છે.

લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાનાર છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે રાજ્યની 25 લોકસભા સીટો પર મતદાન યોજાશે.

વધુ વાંચો : LIVE: સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ, પ્રધાનમંત્રી મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, આ દિગ્ગજોનું ભાવિ થશે EVMમાં કેદ

લોકસભા ચૂંટણી હવે તેના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે અને આજે વહેલી સવારથી ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે 93 બેઠકો માટે મતદાન થશે જેમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. અગાઉ, 94 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું હતું પરંતુ ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી બેઠક માટે મતદાનની તારીખ 25 મે પર મુલતવી રાખી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો સહિત ગોવાની 2 બેઠકો, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 1-1 બેઠકોનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ