બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

VTV / nearly-80-lakh-people-apply-for-covid-19-vaccination-in-three-hours

કોવિડ 19 / રસીકરણના રજીસ્ટ્રેશનમાં લોકોનો ધસારો, ત્રણ કલાકમાં આટલા લાખ લોકોએ નોંધાવ્યું નામ

Nirav

Last Updated: 09:55 PM, 28 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે 1 મેથી દેશમાં કોરોનાની આ બીજી લહેરની સામે લડત માટે 18થી વધુ ઉંમરના તમામ વયસ્કોની માટે રસીકરણની છૂટ આપી દીધી છે.

  • કોરોના રસીકરણ માટે લોકોમાં પડાપડી 
  • કોવિન પોર્ટલ પર માત્ર 3 જ કલાકમાં 80 લાખ જેટલાનું રજીસ્ટ્રેશન 
  • 1 મેથી શરૂ થઈ રહ્યું છે રસીકરણ અભિયાન

1 મેથી યોજાનારા આગામી તબક્કાના રસીકરણ અભિયાનમાં, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો તમામ લોકો રસી લઈ શકશે. આ માટે બુધવારે સાંજે ચાર વાગ્યાથી કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પરથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે ઉત્સુક છે. જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે 35 લાખ  લોકોએ એક કલાકની અંદર જ રસીકરણ માટે નોંધણી કરાવી લીધી હતી.

ત્રણ કલાકમાં લગભગ 80 લાખ લોકોનું રજીસ્ટ્રેશન 

જો કે તે જ સમયે, લગભગ 80 લાખ લોકોએ શરૂઆતના ત્રણ કલાકમાં રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે. આ તબક્કામાં, 18-44 વર્ષની વયના લોકોને રસી આપવામાં આવશે. શરૂઆતના સમયગાળામાં, કોવિન વેબસાઇટ પર કેટલીક સમસ્યાઓ સામે આવી હતી, પરંતુ પછીથી તે વ્યવસ્થિત થઈ ગયું હતું.

જો કે, નોંધણી કરાવનારા ઘણા લોકોએ રસી માટે હોસ્પિટલની લિસ્ટ જોઈ ન હતી. નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ આરએસ શર્માએ આ પાછળનું કારણ આપ્યું અને કહ્યું કે લોકો ક્યારે હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ લઈ શકશે.

રસી સ્લોટ્સ રાજ્યો પર નિર્ભર રહેશે

શર્માએ જણાવ્યું હતું કે કઇ હોસ્પિટલમાં લોકોને રસી અપાવવા માટે કેટલા સ્લોટ મળે છે, તે રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલો પર નિર્ભર રહેશે. જ્યારે રાજ્ય અને ખાનગી હોસ્પિટલ કેન્દ્રો રસીના ભાવ વિશેની માહિતી પૂરી પાડશે, ત્યારે લોકોને રસી લેવા માટેની એપોઇન્ટમેન્ટ મળશે. ઘણા રાજ્યોમાં, તે 1 મેથી શરૂ થશે, જ્યારે કેટલાક રાજ્યો જેવા કે રાજસ્થાન અને મહારાષ્ટ્ર વગેરેમાં થોડો વિલંબ થશે.

કોવિશિલ્ડ રસીના ભાવમાં ઘટાડો

તે જ સમયે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતાંની સાથે જ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ રસીની કિંમત ઘટાડવાની જાહેરાત કરી હતી. પૂનાવાલાએ કોવિશિલ્ડના નવા ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જે તેઓ રાજ્ય સરકારોને આપશે. હવે રાજ્ય સરકારને 400 રૂપિયાની જગ્યાએ 300 રૂપિયામાં કોવિશિલ્ડનો ડોઝ મળશે, જે સરકારના કરોડો રૂપિયાની બચત કરશે. એકવાર રાજ્ય સરકારો રસી મેળવી લેશે, ત્યારબાદ કોવિન પર રસીકરણ માટેના સ્લોટ્સ ઉપલબ્ધ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

covid cases covid vaccination drive india vaccination program vaccine registration process કોરોના રસીકરણ covid 19
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ