ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / માતા સતીના લોહીની બૂંદમાંથી પ્રગટ થયા બે દેવી,દિવસ દરમિયાન ત્રણ સ્વરૂપે થશે દર્શન
Last Updated: 06:37 PM, 23 September 2025
ADVERTISEMENT
કહેવાય છે કે માતા સતીના અંગ જે સ્થળે પડ્યા એ સ્થળને શક્તિપીઠ કહેવામાં આવે છે.આ શક્તિપીઠ પર આજે પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. માતાના 52 શક્તિપીઠોમાંથી એક છે દેવાસનું મંદિર.આ મંદિરની માન્યતા કંઈક એવી છે કે અહીં દેવી સતીનું કોઈ અંગ નહીં પણ લોહીના ટીંપા પડ્યા હતા.જી હા,રક્તમાંથી પ્રગટ થયેલી બન્ને દેવીઓ જેને તુલજા ભવાની અને ચામુંડા દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે.
ADVERTISEMENT

દરરોજ ત્રણ સ્વરૂપે દર્શન
ADVERTISEMENT
આ મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણે,માતાજી આખા દિવસમાં ત્રણ રૂપ બદલે છે. જેમાં સવારે બાળ સ્વરૂપે,દિવસમાં યુવા અવસ્થામાં અને રાત્રે વૃદ્ધાવસ્થામાં દર્શન આપે છે.

ADVERTISEMENT
મંદિરની મૂર્તિની શું છે કહાની?
પૂજારીનું કહેવું છે કે,આ દેવીઓ મોટા માતાજી અને નાના માતાજી તરીકે ઓળખાય છે અને બન્ને વચ્ચે બહેનો જેવો સંબંધ છે.એક વખત બન્ને વચ્ચે કોઈ વાતે વિવાદ થઈ ગયો હતો.વિવાદથી નારાજ થઈને બન્ને માતાઓ પોતાનું સ્થાનક છોડીને નીકળી ગયા હતા.મોટા માતજી પાતાળમાં સમાવવા લાગ્યા અને નાના માતાજી તેમના સ્થાન પરથી ઊભા થઈ ટેકરી છોડીને નીકળી પડ્યા હતા. માતાઓને ક્રોધિત જોઈને માતાઓના જૂથ(કહેવામાં આવે છે કે બજરંગબલી માતાનો ધ્વજ લઈને આગળ અને ભેરું બાબા માતાઓના કવચ બનીને બન્ને માતાઓ પાછળ ચાલે છે) હનુમાનજી અને ભેરુ બાબાએ બન્નેને શાંત કરવા માટે કહ્યું હતું.ત્યાં સુધી તો મોટા માતાજીનું અડધુ ધડ પાતાળમાં સમાઈ ચુક્યું હતું.માતાજી એજ સ્થિતિમાં ટેકરી પર અટકી ગયા તો બીજી તરફ નાના માતાજી ટેકરીથી નીચે ઉતરી રહ્યા હતા.માતાજી અડચણના લીધે વધારે ક્રોધિત થઈ ગયા અને જે સ્થિતીમાં નીચે ઉતરી રહ્યા હતાં, એ જ સ્થિતીમાં ટેકરી પર અટકી ગયા.આજે પણ બન્ને માતાજી આ સ્વરૂપમાં બિરાજમાન છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં અહીં આવેલી છે ચમત્કારિક શક્તિઓનો આભાસ કરાવતી અઘોરી બાબાની સમાધિ, જ્યાં ચડે છે ગુલાબ
ક્યાં છે મંદિર?
ADVERTISEMENT
મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં આવેલા આ શક્તિપીઠને રક્તપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેર દેવાસના એકદમ પાછળ આવેલા આ મંદિર સુધી જવા માટેના ત્રણ રસ્તા છે.લગભગ 300 ફુટ ઊંચાઈ પર આવેલા આ મંદિર સુધી ગાડી અથવા પગપાળા જઈ શકાય છે.બીજી બાજુ પરેડ ગ્રાઉન્ડ થઈને સીડી અને રોપ વેના રસ્તે પણ મંદિર સુધી પહોંચી શકાય છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT