ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાતમાં અહીં આવેલી છે ચમત્કારિક શક્તિઓનો આભાસ કરાવતી અઘોરી બાબાની સમાધિ, જ્યાં ચડે છે ગુલાબ

દેવ દર્શન / ગુજરાતમાં અહીં આવેલી છે ચમત્કારિક શક્તિઓનો આભાસ કરાવતી અઘોરી બાબાની સમાધિ, જ્યાં ચડે છે ગુલાબ

Last Updated: 06:34 AM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધાધારી મહાદેવના મંદિરની સ્થાપના ૧૯૨૭માં થઈ હતી. ઋષિ દધીચીના સમયથી આ જગ્યા તપોભૂમિ છે. આ સ્થળનો ઉલ્લેખ ભગવદ્ ગીતામાં પણ થયેલો છે.

ADVERTISEMENT

અમદાવાદ શહેરમાં એક અનોખો આશ્રમ આવેલો છે અને તે છે ભક્તિ, આસ્થા અને આરાધનાનું સ્થળ એવો સાબરમતી નદી કિનારે વાડજ પાસે આવેલો દધીચી ઋષિ આશ્રમ. અહીં ભક્તોના દરેક કષ્ટ દુર કરતાં દુધાધારી મહાદેવ અને ચમત્કારિક શક્તિઓનો આભાસ કરાવતી અઘોરી બાબાની સમાધિ આવેલી છે. અમદાવાદ શહેરમાં ગાંધી આશ્રમ સંકુલની બાજુમાં આવેલ અઘોરી બાબાની સમાધીએ લોકો દૂર દૂરથી દર્શને આવે છે. ભક્તો બાબાની સમાધીએ ગુલાબ ચડાવી, શીશ ઝુકાવીને પોતાના કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરે છે.

દૂધાધારી મહાદેવના મંદિરની સ્થાપના ૧૯૨૭માં થઈ હતી. ઋષિ દધીચીના સમયથી આ જગ્યા તપોભૂમિ છે. આ સ્થળનો ઉલ્લેખ ભગવદ્ ગીતામાં પણ થયેલો છે. અહીં જ ઋષિ દધીચીએ વૃત્રાસુરનો નાશ કરવા માટે ભગવાન ઈન્દ્રને પોતાના હાડકાંનું દાન આપ્યું હતું. દધીચી ઋષિની સમાધિ અહીં આવેલી છે. અને તેમના જ નામ પરથી સાબરમતી પર બનેલા નવા બ્રિજને ઋષિ દધીચી નામ આપવામાં આવ્યું હતું. વર્ષો પહેલા આ સ્થળે ગાયો ચરવા આવતી હતી. ત્યારે ગાયનું દૂધ આ જગ્યાએ પડતા તેમાંથી શિવલિંગની સ્થાપના થયું હોવાની લોકવાયકા છે.

2

દુધાધારી મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ સફેદ છે. નદી કિનારે કુદરતી પ્રકૃતિની વચ્ચે અહીં શાંતિની અનુભૂતિ થાય છે. આશરે ૭૦૦ થી ૮૦૦ વર્ષ પહેલાં અહીં અઘોરી સાધુઓ આવ્યા હતા. તેમને આ સ્થાનકમાં ઉર્જા જણાતા અહીં જ પોતાનો ધુણો ધખાવ્યો હતો. તેમના એક અઘોરી બાબાએ આજ સ્થાને જીવતા સમાધિ લીધી હતી. તેમની સાક્ષી તરીકે તેમના ત્રિશુલ, ચીપિયા હાલમાં ધુણામાં મોજૂદ છે.

વર્ષો પહેલા સાબરમતી નદી કિનારે વર્તમાન મંદિરથી થોડા દૂર અઘોરીઓ નિવાસ કરતા હતા. તેમની સમાધિ અહીં આવેલી છે. અઘોરીઓ ભગવાન શિવના અસીમ ભક્ત છે. તેઓ અહીં જ તપ કરતા હતા. એટલે જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે લોકોએ પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે અઘોરી બાબા પાસે માનતા રાખતા અને માનતા પૂર્ણ થતા અઘોરીને ગુલાબ ચડાવતા તે પરંપરા હાલ પણ ચાલુ જ છે.

3

દર જન્માષ્ટમીએ ભરવાડ સમાજના લોકો અઘોરી બાબાના દર્શન કરવા આવે છે. ભરવાડ સમાજના મૂળાબાપાની સમાધિ આ જગ્યાએ આવેલી છે. તેથી દર જન્માષ્ટમીએ અહી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભરવાડ સમાજનાં લોકો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે. સામાન્ય દિવસોમાં પણ મોટા પ્રમાણમાં ભાવિકો અઘોરી બાબાના દર્શન કરીને શાંતિનો અનુભવ કરે છે.અહીં અઘોરી બાબાનો વાસ છે.

દુધાધારી મહાદેવના મંદિરે દર વર્ષે શ્રાવણ માસમાં રુદ્રાક્ષમાંથી શિવલિંગ તૈયાર કરવામાં આવે છે. 1લાખ 28 હજાર રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઉંચું શિવલિંગ તૈયાર કરવામાં આવે છે. જેના દર્શન માટે સવારથી જ શ્રદ્ધાળુઓનો જમાવડો થાય છે. શ્રાવણ માસ પૂર્ણ થતા શિવલિંગના રુદ્રાક્ષ લોકોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે. દુધાધારી મહાદેવના મંદિરે આવતા તમામની ઈચ્છાઓ પૂરી થાય છે. અહીં એક સાથે અનેક ભગવાનના દર્શન થાય છે. મંદિરમાં મહાદેવ, ભેરવદાદા, વાસુકી દાદા, બળિયા બાપા, શીતળા માતા બિરાજમાન છે.

4

આ પણ વાંચોઃ ગુજરાતની સૌથી ઉંચી હનુમાનજીની પ્રતિમા આ મંદિરમાં, મૂર્તિમાં છે 8 અબજ વખત 'રામ' નામ લખેલી પુસ્તિકા

અમદાવાદના સાબરમતી નદીના પશ્ચિમ કિનારે વાડજથી લઈને ગાંધી આશ્રમ સુધીનો પટ્ટો ખૂબ જ શાંત, પ્રાકૃતિક અને પવિત્ર છે. કારણ કે આ જ પટ્ટામાં દુધનાથ મહાદેવ, કાશ્મીરા મહાદેવ, દુધાધારી મહાદેવ અને સતીમાતાનું પ્રાચીન મંદિર તેમજ ઋષિ દધીચીનો આશ્રમ આવેલો છે. અહીં ચંદ્રભાગા નદીનું મિલન સાબરમતી નદી સાથે થાય છે. મહાશિવરાત્રી, શ્રાવણ માસ, જન્માષ્ટમી વગેરે તહેવારો અને વિવિધ ઉત્સવો હર્ષોલ્લાસ સાથે અહીં ઊજવાય છે. ભાવિકો ઉત્સવોમાં જોડાઈને મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે.

દુધાધારી મહાદેવ મંદિરના દર્શન કરવા દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવે છે.. ભાવિકોને આસ્થા છે કે અઘોરી બાબા અને દુધાધારી મહાદેવ તેમના દરેક દૂખ દૂર કરે છે.. અને તેમની માનતા પણ પૂર્ણ થાય છે..અલૌકીક મંદિરમાં મહાદેવ અને અઘોરી બાબા હાજરા હજુર હોવાની દરેક ભકતોને આસ્થા છે. અને એટલે જ તેમનો વિશ્વાસ અતૂટ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aghori Babas tomb Dadhichi Rishi Ashram Dudhadhari Mahadv
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ