ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઈબોલા વાઈરસ અંગે ભારત સરકાર જાહેર કરી એડવાઈઝરી, એરપોર્ટ પર સ્ક્રીનિંગ વધારાયુ

National / ઈબોલા વાઈરસ અંગે ભારત સરકાર જાહેર કરી એડવાઈઝરી, એરપોર્ટ પર સ્ક્રીનિંગ વધારાયુ

Published By: Nidhi Panchal

Last Updated: 05:08 PM, 21 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીના ડરામણા દિવસો હજુ પણ લોકોના મનમાંથી ભૂંસાયા નથી, ત્યારે હવે દુનિયામાં ફરી એકવાર એક ઘાતક વાઇરસને લઈને ચિંતા વધી રહી છે. ઇબોલા વાઇરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે

ADVERTISEMENT

Ebola Global Health Emergency : WHO દ્વારા ઇબોલાને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કર્યા બાદ કેન્દ્ર સરકારે દેશના તમામ એરપોર્ટ, બંદરો અને એન્ટ્રી પોઇન્ટ્સ પર કડક હેલ્થ એડવાઇઝરી લાગુ કરી છે. જોકે હાલમાં ભારતમાં ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા પહેલેથી જ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

6

કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવાની સૂચના

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પરિસ્થિતિને ગંભીરતાથી લઈને દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવા સૂચના આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને તમામ વિભાગોને સજ્જ રહેવા આદેશ આપ્યા છે. સરકાર દ્વારા રાજ્યો સાથે એક વિગતવાર SOP પણ શેર કરવામાં આવી છે, જેમાં સ્ક્રીનિંગ, ક્વોરેન્ટાઇન, લેબ ટેસ્ટિંગ અને સંભવિત કેસ મેનેજમેન્ટ જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

દક્ષિણ સુદાનથી આવતા મુસાફરો પર ખાસ નજર

નવી ગાઇડલાઇન મુજબ આફ્રિકાના ઇબોલા પ્રભાવિત દેશો જેમ કે કોંગો લોકતાંત્રિક ગણરાજ્ય, યુગાન્ડા અને દક્ષિણ સુદાનથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવશે. આવા મુસાફરોની એરપોર્ટ પર સઘન સ્ક્રીનિંગ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જોવા મળશે તો તેને તરત જ હેલ્થ ઓફિસર અથવા હેલ્પ ડેસ્કને જાણ કરવાની રહેશે. એટલું જ નહીં, જો કોઈ મુસાફર અજાણતા પણ ઇબોલાના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો તેને પણ આરોગ્ય વિભાગને માહિતી આપવી ફરજિયાત રહેશે.

corona-virus-3

ઘાતક અને જીવલેણ વાઇરસ

ઇબોલા એક અત્યંત ઘાતક અને જીવલેણ વાઇરસ છે, જે ઓર્થોઇબોલા વાઇરસ પરિવારનો ભાગ માનવામાં આવે છે. આ વાઇરસ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે અને પછી માણસથી માણસમાં ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે. શરૂઆતમાં તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા હોય છે, જેના કારણે ઘણીવાર શરૂઆતમાં તેની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. દર્દીને ઊંચો તાવ, ભારે થાક, શરીરમાં નબળાઈ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો અને સ્નાયુઓમાં પીડા અનુભવાય છે. સ્થિતિ ગંભીર બનતા દર્દીને ઉલટી, ઝાડા અને શરીરના આંતરિક તથા બાહ્ય ભાગોમાંથી બ્લીડિંગ થવા લાગે છે.

નિષ્ણાતોનો મત

સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર ઇબોલા હવામાંથી ફેલાતો નથી, પરંતુ સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી સાથે સીધો સંપર્ક થતાં ઝડપથી ફેલાય છે. દર્દીના લોહી, લાળ, પરસેવો, ઉલટી, મળ અથવા માતાના દૂધના સંપર્કથી ચેપ લાગી શકે છે. ઉપરાંત, વાઇરસથી દૂષિત કપડાં, પથારી કે અન્ય વસ્તુઓને અડવાથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે. ઇબોલાથી મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહના સંપર્કમાં આવવું પણ ખૂબ જોખમી માનવામાં આવે છે.

આ પણ વાંચો : બેંગલુરુ એરપોર્ટ પર 179 મુસાફરો ભરેલુ વિમાન રન વે પર ટકરાયું

સરકારે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે સમયસર સાવચેતી અને યોગ્ય આરોગ્ય વ્યવસ્થા દ્વારા ઇબોલા જેવા ખતરનાક વાઇરસને ફેલાતો અટકાવી શકાય છે. કોરોના પછી હવે લોકો વધુ સચેત બન્યા છે અને સરકાર પણ કોઈ જોખમ લેવા માંગતી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WHO Alert Ebola Virus India Health Advisory

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ