બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બેંગલુરુ એરપોર્ટ પર 179 મુસાફરો ભરેલુ વિમાન રન વે પર ટકરાયું

નેશનલ / બેંગલુરુ એરપોર્ટ પર 179 મુસાફરો ભરેલુ વિમાન રન વે પર ટકરાયું

Ajitsinh Jadeja

Last Updated: 04:50 PM, 21 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bengaluru Airport: બેંગલુરુમાં લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયા વિમાનનો પાછળનો હિસ્સો રનવે સાથે અથડાઈ ગયો હતો.

Bengaluru Airport: બેંગલુરુમાં લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયા વિમાનનો પાછળનો હિસ્સો રનવે સાથે અથડાઈ ગયો હતો. દિલ્હી જતી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને અધિકારીઓ તેની સંપૂર્ણ તપાસ કરશે.

બેંગલુરુમાં લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયાના વિમાનનો પાછળનો હિસ્સો રનવે સાથે ટકરાયો હતો. વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. ફરીથી ઉડાન ભરે તે પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. એર ઇન્ડિયાનું વિમાન દિલ્હીથી બેંગલુરુ પહોંચ્યું હતું. લેન્ડિંગ દરમિયાન પાછળના ભાગે કોઈ વસ્તુ સાથે અથડાઈ. જાણકારી અનુસાર વિમાનનો પાછળનો હિસ્સો કોઇ ચીજને ટકરાયો હતો. વિમાનમાં પાઇલટ અને કેબિન ક્રૂ સહિત 179 લોકો સવાર હતા. જોકે કોઈને ઈજા થઈ નથી અને બધા સુરક્ષિત છે.

ફ્લાઇટએ બેંગલુરુથી દિલ્હી પરત ફરવાનું હતું, પરંતુ આ ઘટનાને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને મદદ કરવામાં સક્રિયપણે રોકાયેલી છે.

વૈકલ્પિક વ્યવસ્થા કરે છે ટીમ

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લેન્ડિંગ ભૂલ થયા બાદ ફ્લાઇટ AI2651 ને નિરીક્ષણ માટે ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. પરિણામે બેંગલુરુથી દિલ્હી જતી ફ્લાઇટ AI2652 પણ રદ કરવામાં આવી હતી. નિષ્ણાતોની એક ટીમ વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે. દરમિયાન બેંગલુરુમાં મુસાફરોને મદદ કરવા માટે એક ટીમ હાજર છે. તેમને દિલ્હી પાછા લાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે અસુવિધા બદલ માફી માંગી અને કહ્યું કે ક્રૂ અને મુસાફરોની સલામતી સર્વોપરી છે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ નેશનલ / લેડી ટીચરના એક્ટિવા સાથે ટકરાતા તૂટ્યો હાથીનો દાંત, લોકોએ કહ્યું-'આ તો બુલડોઝર કરતાં પણ મજબૂત'

એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના વેક ટર્બ્યુલન્સને કારણે બની હતી, જેના કારણે પાઇલટ્સને છેલ્લી ઘડીએ ફરવાની ફરજ પડી હતી. બીજા એક અધિકારીએ જણાવ્યું કે એર ઇન્ડિયા ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલાં જ B747 કાર્ગો વિમાને ઉડાન ભરી હતી. ત્યારબાદ A321 વિમાને ફિર વિંગમાં ગડબડીને કારણે ગો અરાઉંડનો નિર્ણય કર્યો. એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે દિલ્હી જનારા મુસાફરોને બીજા વિમાનમાં ફરીથી બેસાડવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Bengaluru Airport Air India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ