બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લેડી ટીચરના એક્ટિવા સાથે ટકરાતા તૂટ્યો હાથીનો દાંત, લોકોએ કહ્યું-'આ તો બુલડોઝર કરતાં પણ મજબૂત'
Last Updated: 03:29 PM, 21 May 2026
હાથીને જંગલના સૌથી શક્તિશાળી પ્રાણીઓમાં ગણવામાં આવે છે, તેથી સ્કૂટી સાથે અથડાઈને તેનો દાંત તૂટી જવો ખૂબ જ અજીબ ઘટના માનવામાં આવી રહી છે. ઉત્તરાખંડના ખાટીમા શહેરમાં બનેલી આ ઘટનામાં સ્કૂટી ચલાવી રહેલી મહિલા સાથે અથડાયા બાદ હાથીના દાંત તૂટી ગયા હતા. આ અકસ્માતમાં મહિલાને પણ ઇજા પહોંચી હતી. માહિતી મુજબ ઇજાગ્રસ્ત મહિલા વ્યવસાયે શિક્ષિકા હતી.
ADVERTISEMENT
આ અકસ્માતમાં મહિલા અને હાથી બંનેને નુકસાન થયું હતું. પરંતુ આ ઘટના વિશે જાણ્યા પછી સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની હંસી રોકી શકતા નથી અને મજાકમાં કહી રહ્યા છે કે હવે તો હાથી પણ સેફ નથી.
एक ऐसा एक्सीडेंट जिससे लोग आश्चर्यचकित हो रहे हैं और हस 🤣 भी रहे है
— Shailesh Verma (@shaileshvermasp) May 20, 2026
एक स्कूटी सवार शिक्षिका सड़क पार कर रहे हाथी से टकरा गई इस टक्कर से हाथी का दांत टूट कर गिर गया।
शिक्षिका और उसकी स्कूटी सड़क पर गिर गई ,
गुजर रहे लोगों ने शोर मचाया तो हाथी जंगल वापस चला गया
ये एक्सीडेंट… pic.twitter.com/a7rVO3UNlu
ADVERTISEMENT
માહિતી મુજબ ઉત્તરાખંડના ઉધમસિંહ નગર વિસ્તારમાં એક મહિલા સ્કૂટી પર જંગલના રસ્તેથી જઈ રહી હતી. ત્યારે બનબસા-ચકરપુર વચ્ચેના ઘના જંગલ વિસ્તારમાં અચાનક એક હાથી રોડ પર આવી ગયો. જેના કારણે મહિલા સ્કૂટી પરનો કાબૂ ગુમાવી બેઠી અને સીધી હાથી સાથે અથડાઈ ગઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે એક તરફ મહિલાને ઇજા પહોંચી તો બીજી તરફ હાથીનો દાંત પણ તૂટી ગયો.
ADVERTISEMENT
જો તે રસ્તા પર મહિલાનો હાથી સાથે એકલા સામનો થયો હોત તો હાથી આક્રમક પણ બની શક્યો હોત. પરંતુ ત્યાંથી પસાર થતા લોકોએ બૂમાબૂમ કરતા હાથી ડરી ગયો અને પાછો જંગલમાં ચાલી ગયો. આ અકસ્માતમાં હાથીનો એક દાંત તૂટી ગયો હતો, જ્યારે સ્કૂટીને પણ નુકસાન થયું હતું. માહિતી મુજબ મહિલા ટનકપુરમાં ભણાવવા જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.

ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ ઘટનાને ગંભીરતાથી લેવાના બદલે મજાકમાં લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આટલો મોટો હાથી દેખાયો નહીં અને બિચારા નો દાંત તોડી નાખ્યો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ચાલુ રહેશે ભીષણ ગરમી અને લૂનો કેર, વરસાદ પણ આપશે રાહત, જાણો 21મેનું હવામાન બીજા યુઝરે મજાકમાં કહ્યું કે “એટલે તો એક્ટિવા બુલડોઝર કરતાં પણ વધારે ખતરનાક છે. ત્રીજા યુઝરે સવાલ કર્યો કે સ્કૂટી સાથે અથડાઈને હાથી કેવી રીતે પડી ગયો? જ્યારે ચોથા યુઝરે લખ્યું કે ભૂલ હાથીની જ છે, જો તે આજે રોડ ક્રોસ ન કરત તો સલામત હોત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.