બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / માઉન્ટ એવરેસ્ટ સુધી ઉડાણ ભરનારુ હેલિકોપ્ટર બનાવીશું, મૈંક્રોને મળ્યાં બાદ બોલ્યાં PM મોદી
Last Updated: 07:06 PM, 17 February 2026
PM Narendra Modi: પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે જ્યારે રાષ્ટ્રપતિ મેક્રોન એઆઇ ઇમ્પેક્ટ સમિટ માટે ભારતમાં છે, ત્યારે અમને તેમનું સ્વાગત કરવાનું સૌભાગ્ય છે, જે ભારતના પ્રવેશદ્વાર મુંબઈમાં કરી રહ્યા છીએ. તેમણે કહ્યું, "ભારત અને ફ્રાન્સ વચ્ચેનો સંબંધ વિશેષ છે."
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોન મંગળવારે મુંબઈમાં મળ્યા. બંનેએ કર્ણાટકના વેમગલમાં ટાટા એરબસ H125 લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલીનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. મુંબઈમાં સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "મને મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોનનું મુંબઈમાં સ્વાગત કરીને ખૂબ આનંદ થાય છે. ગયા વર્ષે તેમણે મને ફ્રાન્સમાં આયોજિત એઆઇ એક્શન સમિટમાં આમંત્રણ આપ્યું હતું. તે સમયે અમે ફ્રાન્સના સૌથી મોટા બંદર અને ફ્રાન્સ અને સમગ્ર યુરોપ માટે એક મુખ્ય પ્રવેશદ્વાર, માર્સિલેની મુલાકાત લીધી હતી. માર્સિલે એ જ શહેર છે જ્યાંથી આપણા ભારતીય સૈનિકોએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં પગ મૂક્યો હતો." તેમની બહાદુરીની ગાથા હજુ પણ યુરોપના ઘણા ભાગોમાં યાદ કરવામાં આવે છે.
Speaking at the India-France Innovation Forum in Mumbai. https://t.co/i78YjmvrrL
— Narendra Modi (@narendramodi) February 17, 2026
ADVERTISEMENT
પીએમ મોદીએ કહ્યું કે આ વિશ્વાસ અને સહિયારા દ્રષ્ટિકોણના આધારે આજે આપણે આપણા સંબંધોને સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તરીકે સ્થાપિત કરી રહ્યા છીએ. અમને ગર્વ છે કે ભારત અને ફ્રાન્સ સંયુક્ત રીતે માઉન્ટ એવરેસ્ટ સુધી ઉડાણ ભરનારુ હેલિકોપ્ટર બનાવીશું. જે વિશ્વનું એકમાત્ર હેલિકોપ્ટર હશે અને ભારતમાં બનશે. અને તેને સમગ્ર વિશ્વમાં એક્સપોર્ટ કરીશું. તેમણે કહ્યું, "આ વખતે જ્યારે રાષ્ટ્રપતિ મેક્રોન એઆઇ ઇમ્પેક્ટ સમિટ માટે ભારતમાં આવ્યા છે, ત્યારે અમને તેમનું સ્વાગત કરવાનું સૌભાગ્ય ભારતનું પ્રવેશદ્વાર મુંબઇમાં મળ્યુ છે."
ભારત-ફ્રાન્સ સંબંધો પર મોટું નિવેદન
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારત અને ફ્રાન્સ વચ્ચેનો સંબંધ ખૂબ વિશેષ છે. ફ્રાન્સ ભારતના સૌથી જૂના વ્યૂહાત્મક ભાગીદારોમાંનો એક છે. રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મળીને અમે આ રણનિતિક સાજેદારીને અભૂતપૂર્વ ઊંડાણ અને ઉર્જા આપી છે." તેમણે કહ્યું કે ભારત-ફ્રાન્સ ઇનોવેશન યરના પ્રારંભ સાથે અમે હવે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને લોકોની ભાગીદારીમાં પરિવર્તિત કરવા જઈ રહ્યા છીએ, કારણ કે નવીનતા એકલતામાં નહીં પરંતુ સાથે મળીને કામ કરીને થાય છે. તેથી ભારત-ફ્રાન્સ ઇનોવેશન યર દરમિયાન અમારું લક્ષ્ય લોકો વચ્ચે સંપર્ક મજબૂત બનાવવાનું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારત-ફ્રાન્સના સંબંધો ઘણા સારા, મેક્રોનનું સ્વાગત કરીને ખુશી થઈ- PM મોદી
મેક્રોને શું કહ્યું
ADVERTISEMENT
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોને કહ્યું, "ભારતની મારી ચોથી સત્તાવાર મુલાકાત પર તમારા ઉષ્માભર્યા સ્વાગત બદલ હું તમારો આભાર માનું છું. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો દ્વિપક્ષીય સંબંધ ખરેખર ખાસ અને અનોખો છે. તે વિશ્વાસ ખુલ્લાપણું અને મહત્વાકાંક્ષાનો સંબંધ છે. આજે, અમે આ ભાગીદારીને એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવાનો પણ નિર્ણય લીધો છે, જે તેને એક નવો દરજ્જો આપે છે. આ નિઃશંકપણે એટલા માટે છે કારણ કે અમને આ સંબંધમાં સંપૂર્ણ વિશ્વાસ છે, અને અમે છેલ્લા આઠ વર્ષથી આમ કર્યું છે. દર વર્ષે,વિવિધ બાબતો પર કામ કરીને, અમે ઘણા નવા રસ્તાઓ બનાવ્યા છે. ઉદાહરણ તરીકે પછી ભલે તે ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર હોય કે ટેકનોલોજી, જ્યાં કોઈ વર્ચસ્વ નથી. અમે કાયદાના શાસનમાં દ્રઢપણે માનીએ છીએ, અને અમે છેલ્લા કેટલાક વર્ષોમાં આ દર્શાવ્યું છે." ભલે તે આઇએમઇસી હોય, જેને અમે સાથે મળીને શરૂ કર્યું હોય, અથવા પછી ભલે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત કરી રહ્યા હોઈએ કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ વિશે વાત કરી રહ્યા હોઈએ, અમે છેલ્લા આઠ વર્ષમાં સાથે મળીને ઘણી પહેલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.