બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / ભારત-ફ્રાન્સના સંબંધો ઘણા સારા, મેક્રોનનું સ્વાગત કરીને ખુશી થઈ- PM મોદી

મુંબઇ / ભારત-ફ્રાન્સના સંબંધો ઘણા સારા, મેક્રોનનું સ્વાગત કરીને ખુશી થઈ- PM મોદી

Ajitsinh Jadeja

Last Updated: 06:06 PM, 17 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Emmanuel Macron India Visit LIVE: ઇમૈનુઅલ મેક્રોન ત્રણ દિવસની ભારત મુલાકાતે મુંબઈ પહોંચ્યા છે.

Emmanuel Macron India Visit LIVE: ઇમૈનુઅલ મેક્રોન ત્રણ દિવસની ભારત મુલાકાતે મુંબઈ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મેક્રોન વચ્ચે લોકભવન ખાતે મુલાકાતો ચાલી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, મેક્રોનનું સ્વાગત કરીને ખુશી થઇ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના લોકભવનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોન સાથે મુલાકાત કરી. બેઠક બાદ પીએમ મોદી અને મેક્રોન એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી. પીએમ મોદીએ કહ્યું, "ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી છે. બંને દેશોના સંબંધો ઘણા જુના છે, જેને અમે વધુ મજબૂત બનાવી રહ્યા છીએ." પીએમ મોદીએ કહ્યુ, "અમારું લક્ષ્ય બંને દેશો વચ્ચે જોડાણને વધુ વિસ્તૃત કરવાનું છે."

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોન મંગળવારે ભારત પહોંચ્યા. તેમની મુલાકાતનો હેતુ ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. મુંબઈ એરપોર્ટ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે. બંને નેતાઓ સંયુક્ત રીતે ભારત-ફ્રાન્સ નવીનતા વર્ષ 2026 ની શરૂઆત પણ કરશે. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કર્યું, જેમાં જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપશે.

પીએમ મોદીએ મેક્રોનનું સ્વાગત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "મને મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનનું મુંબઈમાં સ્વાગત કરીને આનંદ થાય છે. ગયા વર્ષે તેમણે મને ફ્રાન્સમાં AI એક્શન કમિટી સમિટમાં આમંત્રણ આપ્યું હતું. તે સમયે અમે ફ્રાન્સના સૌથી મોટા બંદર અને ફ્રાન્સ અને સમગ્ર યુરોપના મુખ્ય પ્રવેશદ્વાર, માર્સેલીની મુલાકાત લીધી હતી. આ વખતે જ્યારે રાષ્ટ્રપતિ મેક્રોન એઆઇ ઇમ્પેક્ટ સમિટ માટે ભારતમાં છે, ત્યારે અમને ભારતના પ્રવેશદ્વાર મુંબઈમાં તેમનું સ્વાગત કરવાનો લહાવો મળ્યો છે."

આ પણ વાંચોઃ પાકિસ્તાન બોર્ડર પાસે પહોંચ્યાં અમેરિકી દૂત, મચી બબાલ, જાણો શું બન્યું?

ઇયુ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેંટનો ઉલ્લેખ

પીએમ મોદીએ પ્રેસ કોન્ફરન્સમાં યૂરોપીય સંઘ સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેંટનો ઉલ્લેક કરતા કહ્યું, "થોડા દિવસો પહેલા અમે ઇયૂ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેટ કર્યા હતા. આ ફ્રી ટ્રેડ કરાર ભારત-ફ્રાન્સ સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ લાવશે. ઇનોવેશન, આઇસોલેશનતી નહી પણ કોલેબોરેશનતી થાય છે. અમે દરેક ક્ષેત્રમાં અમારા ઉદ્યોગો અને નવીનતાઓને એકત્રિત કરીશું. અમે અમારા વિદ્યાર્થીઓ અને સંશોધનના આદાનપ્રદાનને સરળ બનાવીશું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Emmanuel Macron Mumbai Narendra Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ