બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જો તમે રાજનેતા છો તો તમારુ ચામડુ મગર જેવું હોવું જોઇએ, સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી પર કરી ટિપ્પણી

મોટો નિર્ણય / જો તમે રાજનેતા છો તો તમારુ ચામડુ મગર જેવું હોવું જોઇએ, સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી પર કરી ટિપ્પણી

Last Updated: 04:49 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણા ભાજપના નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને પણ મોટી સલાહ આપી છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે અમે વારંવાર કહ્યું છે કે કોર્ટને રાજકીય મેદાનમાં ફેરવી શકાય નહીં.

તેલંગાણાના રાજકારણમાં ફરી એકવખત ગરમાવો આવ્યો છે. જી હાં સુપ્રિમ કોર્ટે રાજનીતિને લઈને એક મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોર્ટને રાજકીય રણક્ષેત્ર તરીકે વાપરી શકાશે નહીં. તેલંગાણા BJP નેતા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ કહ્યું, જો તમે રાજનેતા છો તો તમારી ચામડી જાડી હોવી જોઈએ.

Revanth Reddy new logo

શું છે મામલો?

તેલંગાણા CM રેવંત રેડ્ડીએ 2024ની લોકસભા ચુંટણી પ્રચાર દરમિયાન એક નિવેદન આપ્યું હતું કે જો BJP 400 સીટ જીતે તો SC, ST અને OBC માટેનું રિઝર્વેશન ખતમ કરી દેશે. આ નિવેદનને આધાર બનાવીને BJPના રાજ્ય મહામંત્રી કે. વેંકટેશ્વરલૂએ તેમના પર માનહાનિની અરજી દાખલ કરી હતી. પરંતુ ઓગસ્ટમાં તેલંગાણા હાઈકોર્ટએ આ અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ નિવેદન પાર્ટી વિરુદ્ધ છે, કોઈ વ્યક્તિગત વિરુદ્ધ નહીં. તેથી વ્યક્તિગત સભ્ય પોતાને પીડિત કહી શકતો નથી.

સુપ્રીમ કોર્ટનું અવલોકન

હાઈકોર્ટના આદેશ સામે BJPએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટએ પણ તે ફગાવી દીધી.

ચીફ જસ્ટિસે કહ્યું,

અમે વારંવાર કહી રહ્યા છીએ કે આ અદાલત રાજકીય ઝઘડાઓ માટે નથી.
જો તમે રાજકારણી છો તો ટીકા સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ.

વધુ વાંચો : VIDEO : તમારા છોકરાને સનરૂફમાંથી બહાર કાઢો તો ચેતજો! તોતિંગ રેલિંગ સાથે માથું ટકરાતાં છોકરાની હાલત જુઓ

રેવંત રેડ્ડીના વકીલનું કહેવુ

રેવંત રેડ્ડી તરફથી સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી કે જો આ માનહાનિ છે, તો તે માત્ર રાજકીય ચર્ચાનો વિષય બની શકે નહીં. કોર્ટએ આ દલીલ માન્ય રાખી અને અરજી પર વધુ વિચાર કરવા ઇનકાર કર્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RevanthReddy SupremeCourt Telangana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ