ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં મળ્યાં જામીન, કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યાં

ચુકાદો / રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં મળ્યાં જામીન, કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યાં

Published By: Nidhi Panchal

Last Updated: 12:04 PM, 16 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને જામીન આપ્યા છે. શિકોહપુર જમીન સોદા કેસમાં રોબર્ટ વાડ્રા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા

ADVERTISEMENT

Robert Vadra ને ગુરુગ્રામના શિકોહપુર જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી રાહત મળી છે. Rouse Avenue Court એ રોબર્ટ વાડ્રાને જામીન મંજૂર કર્યા છે. કોર્ટે તેમને 50 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમની જામીનગીરીની શરતે રાહત આપી છે. આ કેસ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે અને હવે કોર્ટના આ નિર્ણય બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

6

કોર્ટ સમક્ષ સુનાવણીમાં હાજર

રોબર્ટ વાડ્રા રાઉઝ એવન્યુ કોર્ટ સમક્ષ સુનાવણી માટે હાજર થયા હતા. કોર્ટ ED દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટની નોંધ લેવામાં આવ્યા બાદ તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન વાડ્રાના વકીલે દલીલ કરી હતી કે તેમના ક્લાયન્ટની ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી, તેથી જામીનનો પ્રશ્ન જ ઊભો થતો નથી અને તેમને મુક્ત કરવામાં આવે. જોકે કોર્ટ દ્વારા કાનૂની પ્રક્રિયા અનુસાર જામીન બોન્ડ અને જામીનગીરી રજૂ કરવાની શરત સાથે રાહત આપવામાં આવી.

ED દ્વારા તપાસ કરવામાં આવી

ED આ સમગ્ર મામલાની તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA હેઠળ કરી રહી છે. એજન્સીનો આરોપ છે કે શિકોહપુર વિસ્તારમાં થયેલા જમીન સોદામાં ગેરરીતિઓ કરવામાં આવી હતી અને તે મારફતે મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલી કેટલીક કંપનીઓના નામ પણ સામે આવ્યા છે. EDનું કહેવું છે કે આ સોદા દરમિયાન જમીન ખરીદી અને વેચાણમાં અસામાન્ય નફો કમાવવામાં આવ્યો હતો અને નિયમોની અવગણના કરવામાં આવી હતી.

કેસની વિગત

આ કેસની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે ગુરુગ્રામના શિકોહપુર વિસ્તારમાં આવેલી જમીનનો સોદો ચર્ચામાં આવ્યો હતો. આરોપ મુજબ, એક કંપનીએ ખૂબ ઓછી કિંમતે જમીન ખરીદી અને બાદમાં તેનો ભારે નફામાં સોદો કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓનું માનવું છે કે સમગ્ર પ્રક્રિયામાં પ્રભાવ અને સત્તાનો દુરુપયોગ થયો હતો. આ મામલામાં અનેક દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : LPGને લઈને આવી ગુડ ન્યૂઝ, શું ઘટી ગયા ઘરેલુ સિલિન્ડરના ભાવ? બુક કરતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

મામલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ

EDએ 17 જુલાઈ, 2025ના રોજ આ મામલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. એજન્સીએ કોર્ટને જણાવ્યું છે કે આ કેસમાં વધુ તપાસ હજુ ચાલુ છે અને ટૂંક સમયમાં વિગતવાર રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. ED અનુસાર, કેટલાક નાણાકીય વ્યવહારો અને કંપનીઓ વચ્ચેના સંબંધોની હજી તપાસ ચાલી રહી છે. કોર્ટ દ્વારા હવે આ મામલે આગામી સુનાવણી 10 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shikohpur Land Scam Robert Vadra Bail Money Laundering Case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ