બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:31 PM, 8 September 2025
Vice Presidential Election 2025: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે કેટલાક કલાકો જ બાકી રહ્યા છે. આવામાં દિલ્હીમાં રાજકિય માહોલ ગરમાયો છે. શિરોમણી અકાલી દળે 9 સપ્ટેમ્બરના યોજાનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT

શિરોમણી અકાલી દળે જાહેરાત કરી છે કે તે મંગળવારે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો બહિષ્કાર કરશે. પાર્ટીએ સોમવારે સાંજે આ જાહેરાત કરી છે. આ પાછળનું કારણ પંજાબમાં પૂરની આફત બતાવવામાં આવી છે. અકાલી દળના માત્ર એક જ સાંસદ હરસિમરત કૌર છે. હરસિમરત કૌર અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલના પત્ની છે. 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ ભટિંડાથી જીતવામાં સફળ રહ્યા છે.
ADVERTISEMENT

પંજાબીઓ એક મોટા સંકટનો સામનો કરી રહ્યા છે - અકાલી દળ
ADVERTISEMENT
એક્સ પર એક પોસ્ટમાં અકાલી દળે કહ્યું કે પંજાબ અને પંજાબીઓએ હંમેશા દરેક સંકટમાં દેશને સાથ આપ્યો છે. પરંતુ આજે પંજાબીઓ પોતે એક મોટા સંકટનો સામનો કરી રહ્યા છે કારણ કે પૂરે રાજ્યને ડૂબાડી દીધું છે.
શિરોમણી અકાલી દળે કહ્યું, રાજ્યનો લગભગ એક તૃતીયાંશ ભાગ પાણીમાં ડૂબી ગયો છે, ઘરો અને પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ માનવસર્જિત દુર્ઘટના છે, જે પંજાબ સરકારની બેદરકારી અને અસમર્થતાને કારણે બની છે. રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે પંજાબીઓને મદદ કરી નથી.
ADVERTISEMENT

પંજાબીઓ, ખાસ કરીને શીખ સમુદાય, કોઈપણ સરકારી સહાય વિના એકલા આ કટોકટી સામે લડી રહ્યા છે. શિરોમણી અકાલી દળ તેમની ભાવના અને સમર્પણ સામે માથું નમાવે છે. શિરોમણી અકાલી દળ પોતાના લોકોને મદદ કરવામાં સંપૂર્ણ રીતે લાગેલા છે.
ADVERTISEMENT
જ્યારે પંજાબ આ દુર્ઘટનાનો સામનો કરી રહ્યું છે, ત્યારે દેશમાં આવતીકાલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. પરંતુ પંજાબના લોકો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કોંગ્રેસથી ખૂબ જ ગુસ્સે અને દુઃખી છે, કારણ કે કોઈએ તેમને મદદ કરી નથી. તેથી, પાર્ટીએ આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અરજી / પહેલા પેંશન હવે ધનખડે એવી માંગણી કરી કે સરકારમાં વધી ગયું ટેંશન
9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણની કલમ 64 અને 68 ની જોગવાઈઓ દ્વારા સંચાલિત થાય છે. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે 21 જુલાઈએ સ્વાસ્થ્યના કારણોસર જગદીપ ધનખડે રાજીનામું આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી પડી ગયું હતું. ઇન્ડિયા બ્લોકે નિવૃત્ત જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે અને એનડીએએ સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
આ બે પક્ષો પણ મતદાનથી દૂર રહેશે
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન 9 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિએ પણ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.