બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલા પેંશન હવે ધનખડે એવી માંગણી કરી કે સરકારમાં વધી ગયું ટેંશન

અરજી / પહેલા પેંશન હવે ધનખડે એવી માંગણી કરી કે સરકારમાં વધી ગયું ટેંશન

Last Updated: 11:15 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પદ છોડ્યા બાદ પેન્શન અને સરકારી બંગલાની માગણી કરી છે. રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય તરીકે તેમને દર મહિને 42,000 રૂપિયાનું પેન્શન મંજૂર થયું છે. હાલ તેઓ દક્ષિણ દિલ્હીના છતરપુરમાં INLD નેતા અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહે છે.

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પેન્શન અને સરકારી બંગલાની માગણી કરી છે. ધનખડ, જેઓ 1993થી 1998 દરમિયાન રાજસ્થાનની કિશનગઢ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, તેમણે પૂર્વ ધારાસભ્ય તરીકેના પેન્શન માટે અરજી કરી હતી. રાજસ્થાન વિધાનસભા સચિવાલયે તેમની આ અરજીને મંજૂરી આપી દીધી છે, અને હવે તેમને દર મહિને આશરે 42,000 રૂપિયાનું પેન્શન મળશે. આ ઉપરાંત, તેમણે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ તરીકેના હક્ક અનુસાર સરકારી બંગલાની માગણી પણ કરી છે.

jagdeep-Dhankhar,

ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) નેતા અભય ચૌટાલાના ખાનગી ફાર્મહાઉસમાં અસ્થાયી રૂપે રહેવાનું શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે ગયા અઠવાડિયે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવથી આ ફાર્મહાઉસમાં સ્થળાંતર કર્યું હતું, કારણ કે તેમને હજુ સુધી સરકારી બંગલો આવંટિત થયો નથી. ધનખડે આવાસન અને શહેરી બાબતોના મંત્રાલયને પત્ર લખીને ‘યોગ્ય’ સરકારી નિવાસસ્થાનની માગણી કરી છે. સૂત્રોનું કહેવું છે કે મંત્રાલય લુટિયન્સ દિલ્હીમાં ટાઈપ-8 બંગલો આવંટિત કરવાનું વિચારી રહ્યું છે, જેમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર આવેલો 34 નંબરનો બંગલો પણ સામેલ છે. જો કે, આ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, અને જો ધનખડ આ બંગલો નકારે તો મંત્રાલય બીજો વિકલ્પ પણ ઓફર કરી શકે છે.

જગદીપ ધનખડે 21 જુલાઈ, 2025ના રોજ આરોગ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે થયું હતું. તેમના અચાનક રાજીનામાએ રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય અને અટકળોનું વાતાવરણ સર્જ્યું હતું. કોંગ્રેસે આ રાજીનામાને ‘અણધાર્યું’ ગણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે તેની પાછળ આરોગ્ય સિવાય અન્ય ‘ઊંડા કારણો’ હોઈ શકે છે. ધનખડે તેમના રાજીનામામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમણે આરોગ્યને પ્રાથમિકતા આપવા માટે આ નિર્ણય લીધો છે.

app promo1

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ તરીકે ધનખડ દર મહિને લગભગ 2 લાખ રૂપિયાના પેન્શન, ટાઈપ-8 બંગલો, એક વ્યક્તિગત સચિવ, એક વધારાના સચિવ, એક વ્યક્તિગત સહાયક, એક ચિકિત્સક, એક નર્સિંગ ઓફિસર અને ચાર સેવકોની સુવિધાને હકદાર છે. આ ઉપરાંત, તેઓ પૂર્વ સાંસદ તરીકે 45,000 રૂપિયા અને પૂર્વ ધારાસભ્ય તરીકે 42,000 રૂપિયાના પેન્શનના પણ હકદાર છે. આમ, તેમનું કુલ માસિક પેન્શન લગભગ 3 લાખ રૂપિયા થશે. જો કે, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ માટે કોઈ પેન્શન નથી, પરંતુ તેઓ 25,000 રૂપિયાની સચિવાલય સહાયનો દાવો કરી શકે છે.

વધુમાં વાંચો: જમ્મુ કાશ્મીરના કુલગામમાં 2 આતંકવાદી ઠાર, એકનું નામ પહેલગામ હુમલામાં હતો, 2 જવાન શહીદ

ધનખડનું રાજીનામું અને તેમની જાહેર જીવનમાંથી અચાનક ગેરહાજરીએ રાજકીય અટકળોને વેગ આપ્યો છે. વિપક્ષના નેતાઓએ, જેમાં રાહુલ ગાંધી અને કપિલ સિબલનો સમાવેશ થાય છે, તેમના ‘ગુમશુદા’ હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જો કે, સૂત્રોનું કહેવું છે કે ધનખડ પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે, ટેબલ ટેનિસ રમી રહ્યા છે અને યોગની પ્રેક્ટિસ કરી રહ્યા છે. નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે, જેમાં એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Former Vice President Pension Approved Jagdeep Dhankhar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ