ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Tech & Auto / ટેક અને ઓટો / ગાડીઓની કિંમતમાં 1.55 લાખ સુધીનો ઘટાડો, ખરીદવી હોય તો પહોંચી જ જજો
Last Updated: 04:38 PM, 8 September 2025
ADVERTISEMENT
Tata Cars: કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જીએસટી સ્લેબના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઇને કાર ખરીદવાનું વિચારી રહેલા લોકોને ફાયદો થઇ શકે છે. જીએસટી સ્લેબમાં ફેરફારને કારણે કારની કિંમતમાં ઘટાડો થશે. ટાટાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને હવે મોટો ફાયદો થઇ શકે છે.
ADVERTISEMENT
કાર પર જીએસટી ઘટ્યો
અપેક્ષા મુજબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના સ્લેબ માળખામાં ફેરફારને કારણે કારના ભાવમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. નવા સરકારી નિયમ મુજબ, 1200 સીસીથી નાની પેટ્રોલ કાર, 1500 સીસીથી નાની ડીઝલ કાર, જેની લંબાઈ 4 મીટરથી ઓછી હોય તેના પર ફક્ત 18 ટકા જીએસટી વસૂલવામાં આવશે.
ADVERTISEMENT

બીજી તરફ 4 મીટરથી લાંબી કાર અને લક્ઝરી કારને 40 ટકા જીએસટીના દાયરામાં રાખવામાં આવી છે. જોકે અગાઉ આ કાર પર 28 ટકા જીએસટી અને 22 ટકા સુધીનો સેસ પણ વસૂલવામાં આવતો હતો.
ADVERTISEMENT
દેશની અગ્રણી વાહન ઉત્પાદક ટાટા મોટર્સે તેના વાહન પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ બધી કારની કિંમતમાં ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તમે પણ આ દિવાળીએ ટાટા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો જોઈએ કે કઈ કારની કિંમતમાં કેટલી બચત થશે.
ટાટા ટિયાગો
ADVERTISEMENT
કંપનીએ ટાટા ટિયાગોમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન આપ્યું છે અને આ કાર 19 કિમી/લિટર સુધીની માઈલેજ આપે છે. આ કારની કિંમતમાં 75,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલની કિંમત પાચ લાખ છે.

ADVERTISEMENT
ટિગોર
આ કારની હાલની કિંમત 6 લાખ રૂપિયા છે. 4 સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી આ કારમાં 1.2 લિટર એન્જિન પણ છે, જે 19 કિમી/લિટર સુધીની માઈલેજ આપે છે. ટિગોરની કિંમતમાં 80,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અલ્ટ્રોઝ
આ કારની હાલની કિંમત 6.89 લાખ રૂપિયા છે. ટાટાની પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ છે. કંપનીએ આ કારની કિંમતમાં 1.10 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે.
પંચ
આ કારની હાલની કિંમત રૂપિયા 6 લાખ છે.પંચમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે. તેનું પેટ્રોલ વેરિઅન્ટ 20 કિમી/લિટર અને CNG વેરિઅન્ટ 26 કિમી/કિલોગ્રામ માઈલેજ આપે છે. તેની કિંમતમાં 85,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

કર્વ
કૂપ સ્ટાઇલ એસયૂવી કર્વની કિંમતમાં 65,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ છે. હાલમાં કારની કિંમત રૂપિયા 10 લાખ છે.
ટાટા હેરિયર
ટાટા હેરિયરની કિંમતમાં 1.40 લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમાં 2.0 લિટર ડીઝલ એન્જિન છે, જે લગભગ 16 કિમી/લિટર માઇલેજ આપે છે. આ કારની અત્યારની કિંમત 15 લાખ રૂપિયા છે.
ટાટા સફારી
ટાટા સફારીમાં પણ હેરિયર જેવું જ 2.0 લિટર એન્જિન છે, જે 16 કિમી/લિટર માઇલેજ આપે છે. આ એસયુવીની કિંમતમાં 1.45 લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારની અત્યારની કિંમત 15.50 લાખ રૂપિયા છે.

આ પણ વાંચોઃ જાણી લેજો / AIનો ઉપયોગ કરો તો થઈ જજો સાવધાન!, ભૂલથી પણ આ કામ ન કરતા, નહીંતર ભરાઈ જશો
નેક્સન
ટાટાની જાણીતી 5-સ્ટાર સેફ્ટી રેટેડ કાર નેક્સનની કિંમતમાં સૌથી વધુ 1.55 લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ છે. આ કારની હાલની કિંમત રૂપિયા 8 લાખ છે.
ક્યારે લાગુ થશે કિંમત
ટાટા મોટર્સનું કહેવું છે કે કારની કિંમતમાં આ ઘટાડો 22 સપ્ટેમ્બરથી કરવામાં આવશે, જ્યારે નવો જીએસટી સ્લેબ લાગુ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT