બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / એપસ્ટીન ફાઈલ્સમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નામ! ભાજપે રાહુલ ગાંધી પાસેથી માગ્યો જવાબ, દસ્તાવેજ જારી કર્યો

રાજનીતિ / એપસ્ટીન ફાઈલ્સમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નામ! ભાજપે રાહુલ ગાંધી પાસેથી માગ્યો જવાબ, દસ્તાવેજ જારી કર્યો

Published By: Vidhata Gothi

Last Updated: 02:32 PM, 15 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે પહેલા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી પર પ્રહાર કર્યા અને હવે ભાજપ સરકારે પણ પલટવાર કર્યો છે. ભાજપે આકરા પ્રહારો કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પર નિશાન સાધ્યું છે.

કુખ્યાત અમેરિકન ફાઇનાન્સર અને યૌન અપરાધી જેફરી એપસ્ટિન સાથે જોડાયેલી ફાઇલ્સને લીધે ભારતમાં પણ ભારે હલચલ મચી ગઈ છે. કોંગ્રેસે પહેલા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી પર પ્રહાર કર્યા અને હવે ભાજપ સરકારે પણ આકરા પ્રહારો કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પર નિશાન સાધ્યું છે. ભાજપે રાહુલ ગાંધી પાસેથી જવાબની માંગણી કરતાં દાવો કર્યો કે કપિલ સિબ્બલને એક એવા કાર્યક્રમ દરમિયાન પુરસ્કાર મળ્યો હતો, જેને યૌન અપરાધી જેફરી એપસ્ટિને ફંડ કર્યો હતો. કપિલ સિબ્બલને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આ દાવાને બકવાસ ગણાવીને ફગાવી દીધો.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ આ આરોપોનો જવાબ આપ્યો. મીડિયા સાથે વાત કરતા, પવન ખેરાએ કહ્યું કે એ સમયે સિબ્બલ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી હતા. તેમને 'શિક્ષણમાં વૈશ્વિક સહયોગ પ્રત્યે તેમના દ્રઢ સમર્થન' માટે સમારોહમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ખેરાએ કહ્યું - 'આનો જેફરી એપસ્ટિન સાથે કોઈ સંબંધ નથી.'

vtv app promotion

આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો, જ્યારે ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર્ એક પોસ્ટ કરીને કપિલ સિબ્બલ પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું - '2010 માં જેફરી એપસ્ટિન દ્વારા ફંડ કરવામાં આવેલ એક પુરસ્કાર કોંગ્રેસના (તત્કાલીન) વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલને મળ્યો હતો. સિબ્બલને લાંબા સમયથી ગાંધી પરિવારના નજીકના વ્યક્તિ તરીકે જોવામાં આવે છે.' ભંડારીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ફોરેન યુનિટના પ્રમુખ સામ પિત્રોડા પણ 'એ જૂથ' સાથે જોડાયેલા હતા.

આ પણ વાંચો: 17 ફેબ્રુઆરીએ શપથ લેશે તારિક રહેમાન, ભારતને પણ આમંત્રણ, શું વડાપ્રધાન મોદી જશે?

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ કપિલ સિબ્બલ 2022 સુધી કોંગ્રેસમાં સામેલ હતા. આ પછી તેમણે કોંગ્રેસ છોડી દીધું હતું. હાલમાં તેઓ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભાના સાંસદ છે.

એપસ્ટિન ફાઇલ્સમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું નામ સામે આવ્યા પછી કોંગ્રેસ સતત આકરા પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ તરફથી પવન ખેરાએ પુરી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેઓ સતત ખોટું બોલી રહ્યા છે, આવા વ્યક્તિને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે તરત જ રાજીનામું આપી દેવું જોઈએ. જો કે કેન્દ્રીય મંત્રીએ આ મામલે કહ્યું હતું કે તેમની કામને લઈને એપસ્ટિન સાથે ઓળખાણ હતી, તેના અપરાધો સાથે તેમને કોઈ લેવાદેવા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Epstine Files Kapil Sibal

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ