બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:47 AM, 15 February 2026
બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીના પરિણામોમાં તારિક રહેમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને પ્રચંડ જીત મળી છે. આ પછી હવે બાંગ્લાદેશની રાજનીતિમાં એક નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે. નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના જણાવ્યા પ્રમાણે, પાર્ટીના ટોચના નેતા તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે.
ADVERTISEMENT
હવે BNPએ તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહને આંતરરાષ્ટ્રીય ફ્લેવર આપવાનો નિર્ણય લીધો છે. માહિતી પ્રમાણે, ભારત અને ચીન સહિત કુલ 13 દેશોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જે દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમાં ભારત, ચીન, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, યુએઈ, કતાર, મલેશિયા, બ્રુનેઈ, શ્રીલંકા, નેપાળ, માલદીવ, ભૂટાનના નામ સામેલ છે. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે શું વડાપ્રધાન મોદી શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે? ચાલો જાણીએ.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદી આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે, એવી સંભાવના ઓછી છે, કારણ કે 17 ફેબ્રુઆરીએ તેમની મુંબઈમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત થવાની છે. માહિતી પ્રમાણે, બાંગ્લાદેશના આગામી વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં નવી દિલ્હી તરફથી કોઈ એક સિનિયર અધિકારી સામેલ થઈ શકે છે.

ADVERTISEMENT
અગાઉ શુક્રવારે વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે ફોન પર વાત કરી હતી અને BNP ચીફને બાંગ્લાદેશની સંસદીય ચૂંટણીમાં તેમની પાર્ટીના પ્રચંડ જીત બદલ અભિનંદન આપ્યા હતા. ફોન પર વાત કર્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું, 'મેં બાંગ્લાદેશના લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાના તેમના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ અને સમર્થન આપ્યું.' તેમણે આગળ કહ્યું - 'ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો ધરાવતા બે નજીકના પડોશી તરીકે, મેં બંને દેશોના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારતની સતત પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી.'
આ પણ વાંચો: તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ લેશે PM પદના શપથ, ભારત-પાકિસ્તાન સહિત 13 દેશોને નિમંત્રણ
ADVERTISEMENT
જણાવી દઈએ કે BNPએ બાંગ્લાદેશની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી, 297 બેઠકોમાંથી 209 બેઠકો પર જીતીને મોટી જીત નોંધાવી, જેનાથી લગભગ બે દાયકાઓ પછી સત્તામાં તેમની વાપસીનો રસ્તો સાફ થઈ ગયો. પાકિસ્તાનની નજીક ગણાતી રાઇટ-વિંગ જમાત-એ-ઇસ્લામી 68 બેઠકો બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળની અવામી લીગને ચૂંટણી લડવાથી રોકી દેવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.