બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:28 AM, 15 February 2026
Bangladesh PM oath ceremony : બાંગ્લાદેશમાં BNP નેતા તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ સાંજે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. નવા કેબિનેટ સાથે શપથ સમારોહને લઈને થઈ રહેલી તૈયારીઓની ઝડપ વધારી દેવામાં આવી છે અને આને મોટા રાજનૈતિક આયોજનના રૂપે રજૂ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસે આ શપથ સમારોહમાં હજાર રહેવા માટે 13 દેશોની સરકારના પ્રમુખોને નિમંત્રણ મોકલ્યું છે. આ પગલું બાંગ્લાદેશની નવી સરકારની વિદેશ નીતિ અને ક્ષેત્રીય સંતુલનની દિશામાં એક સંકેત માનવામાં આવી રહ્યો છે.
જે દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે તે દેશોમાં ભારત, ચીન, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કીએ, સંયુક્ત આરબ અમીરાત, કતાર, મલેશિયા, બ્રુનેઈ, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂટાનનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
बांगलादेश में नवनिर्वाचित सांसदों और मंत्रिमंडल के सदस्यों को मंगलवार 17 फरवरी को शपथ दिलाई जाएगी।
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) February 15, 2026
हाल ही में संपन्न आम चुनाव में बीएनपी ने भारी बहुमत से जीत दर्ज की है।
बीएनपी ने संसदीय चुनाव में अब तक घोषित 297 सीट के परिणामों में से 209 सीट जीती है। #Bangladesh #Election pic.twitter.com/P0TlMQ1fBu
સાઉથ એશિયાથી લઈને વેસ્ટ એશિયા સુધીના દેશોને એક સાથે બોલાવવા તે આ સમારોહને રાજનૈતિક રીતે ખૂબ ખાસ બનાવે છે.
ADVERTISEMENT
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં યોજાનાર આ સમારોહ માત્ર ઔપચારિક કાર્યક્રમ નથી માનવામાં આવી રહ્યો પણ આનાથી નવી સરકારના આંતરરાષ્ટ્રીય સંદેશના રીતે જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ભારત અને ચીન બંનેને આમંત્રણ આપીને ક્ષેત્રીય સંતુલનના પ્રયત્નોના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
નવી કેબિનેટ સાથે શપથ લેવા જઈ રહેલા તારિક રહેમાન સામે તેમની ઘરેલુ રાજનીતિને સ્થિર કરવા, અર્થવ્યવસ્થાને પાટે લાવવા અને આંતરરાષ્ટ્રીય સંબંધોને સંતુલનમાં રાખવાની મોટી કસોટી સામે છે. બાંગ્લાદેશમાં ચૂંટણીમાં 209 સીટ પર BNP એ જીત મેળવી છે. જ્યારે જમાતના સંગઠનને માત્ર 68 સીટ્સ મળી છે. કુલ 299 સીટો માટે ચુંટણીનું આયોજન થયું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
60 વર્ષીય તારિક રહેમાન પ્રભાવશાળી જીયા પરિવારમાંથી છે. આ એ જ પરિવાર છે જેણે દશકો પહેલા બાંગ્લાદેશની રાજનીતિ પર પ્રભુત્વ રાખનાર પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. તેમના માતા પિતા બંને દેશના મુખ્ય વદ રહી ચૂક્યા છે. જો કે છતાં પણ રહેમાનની પ્રધાનમંત્રી બનવાની સફર સરળ રહી નથી. તેમના રાજનૈતિક જીવન પર તેમના તેમના કટ્ટર હરીફોએ તેમના પર ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. કિશોર અવસ્થામાં જ તેમના પિતાની હત્યા થઈ ગઈ હતી. જેના લીધે તેમને લાંબા સમય સુધી દેશની બહાર રહેવું પડ્યું હતું. અને ઘણા વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો. તેમની માતા દેશના પહેલા મહિલા પ્રધાનમંત્રી ખાલિદા જીયાના નિધન પછીના અમુક સમયમાં તેમને BNP ના પ્રમુખ બનાવાયા હતા. જે પછી બાંગ્લાદેશમાં ચૂંટણી થઈ અને તેમની પાર્ટીને બહુમત મળી. રહેમાને 2001માં BNPમાં સક્રિય ભૂમિકા ભજવવાની શરૂ કરી તે સમયે તેમની ઉંમર 35 વર્ષ હતી. ખાલિદા જીયા પહેલીવાર વર્ષ 1991 થી 1996 સુધી પ્રધાનમંત્રી રહ્યા. તેમના પિતા જિયાઉર રહેમાન સેના પ્રમુખથી રાષ્ટ્રપતિ બન્યા. 1981માં સેના તખ્ત પલત દરમિયાન તેમની હત્યા કરી દેવામાં આવી. બાંગ્લાદેશની સ્વતંત્રતા સંગ્રામના પ્રમુખ નેતાઓમાં તેમની ગણતરી થાય છે અને તેમણે 1978 માં BNP ની સ્થાપના કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.