ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ચાર ધામ પર Reel બનાવવું એક સપનું થઇ જશે! મોબાઇલ લઇ જવા પર મૂકાયો સંપૂર્ણ પ્રતિબંધ

બ્રેકિંગ / ચાર ધામ પર Reel બનાવવું એક સપનું થઇ જશે! મોબાઇલ લઇ જવા પર મૂકાયો સંપૂર્ણ પ્રતિબંધ

Published By: Vidhata Gothi

Last Updated: 01:49 PM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chardham Yatra: ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા દરમિયાન હવે મંદિર પરિસરમાં મોબાઇલ ફોન-કેમેરા પર પ્રતિબંધ રહેશે. દર્શન કરતાં પહેલાં જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓના ફોન જમા કરી દેવામાં આવશે.

ADVERTISEMENT

Chardham Yatra Mobile Phone Ban: ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા દરમિયાન મંદિરોની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ઉત્તરાખંડ સરકારે એક મહત્ત્વનું પગલું ભર્યું છે. રિલ અને બ્લૉગ બનાવવાના નામ પર ધાર્મિક સ્થળોમાં વધતાં વિવાડોને જોતાં આ વર્ષે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તરાખંડની ચાર ધામ યાત્રામાં મંદિર પરિસરમાં આ વર્ષથી મોબાઇલ ફોન અને કેમેરા પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. એક એજન્સીએ જણાવ્યા જણાવ્યા સંબંધિત જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ, સિનિયર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ અને વિભાગીય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં યાત્રા વ્યવસ્થાઓને લઈને ઘણા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા. આ બેઠક પછી ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ પત્રકારોને જણાવ્યું કે મંદિર પરિસરમાં મોબાઇલ ફોન અને કેમેરાને મંજૂરી આપવાથી દર્શનમાં ઘણી સમસ્યાઓ થઈ રહી હતી.

vtv app promotion

મંદિર પરિસરમાં ફોન પર પ્રતિબંધ

ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલથી રિલ અને બ્લૉગ બનાવવા દરમિયાન ઘણીવાર વિવાદની સ્થિતિ સામે આવી છે, જેનાથી ધામોની ગરિમાને અસર થાય છે. આને ધ્યાનમાં રાખીને બદ્રીનાથ ધામમાં સિંહદ્વાર આગળ મોબાઈલ ફોન સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. જ્યાર કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના પરિસરમાં પણ શ્રદ્ધાળુઓ મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ અને સંબંધિત જિલ્લા તંત્ર ધામમાં પ્રવેશતા પહેલા મોબાઈલ ફોન સુરક્ષિત રાખવાની યોગ્ય વ્યવસ્થા કરશે.

આ પણ વાંચો: 9 રાજ્યોમાં વરસાદ તો 14 રાજ્યોમાં ધુમ્મસ-શીત લહેરનું એલર્ટ, જાણો કેવું રહેશે આગામી દિવસોનું હવામાન

હવે આ રીતે ફોટો લઈ શકશે શ્રદ્ધાળુઓ

વિનય શંકર પાંડેએ કહ્યું કે ચારધામ યાત્રા એક પવિત્ર તીર્થ યાત્રા છે, જ્યાં લોકો ભક્તિભાવથી આવે છે. અહીં શ્રદ્ધાળુઓએ મંદિરમાં પ્રવેશતા પહેલા પોતાના મોબાઈલ અને કેમેરા જમા કરાવવા પડશે. મંદિરની બહાર નીકળ્યા પછી તેઓ મંદિરને બેકગ્રાઉન્ડમાં રાખીને પોતાના ફોટો અને વીડિયો લઈ શકે છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે શ્રદ્ધાળુઓન મોબાઈલ ફોન અને કેમેરા સુરક્ષિત રાખવા માટે મંદિરમાં અલગથી વ્યવસ્થા સુનિશ્ચિત કરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chardham Yatra Mobile Phone Ban Chardham Yatra Uttarakhand News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ