ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 9 રાજ્યોમાં વરસાદ તો 14 રાજ્યોમાં ધુમ્મસ-શીત લહેરનું એલર્ટ, જાણો કેવું રહેશે આગામી દિવસોનું હવામાન

વેધર / 9 રાજ્યોમાં વરસાદ તો 14 રાજ્યોમાં ધુમ્મસ-શીત લહેરનું એલર્ટ, જાણો કેવું રહેશે આગામી દિવસોનું હવામાન

Published By: Vidhata Gothi

Last Updated: 09:30 AM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather News: ઉત્તર ભારત તીવ્ર ઠંડીને કારણે થથરી રહ્યું છે, દિલ્હીથી ઉત્તર પ્રદેશ સુધી શીત લહેર અને ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે. ત્યારે ચાલો જેની આગામી દિવસોમાં કેવું રહેશે દેશનું હવામાન.

ADVERTISEMENT

IMD Weather Forecast: ઉત્તર ભારતમાં બર્ફીલા પવનો અને કડકડતી ઠંડીનો કહેર યથાવત છે. હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં તીવ્ર શીત લહેર અને ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે ધુમ્મસ અને ઠંડીઆ લોકોને ધ્રુજાવી દીધા છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે અને તેણે કારણે ટ્રેનો મોડી પડી રહી છે અને ફ્લાઇટ્સ પર પણ અસર થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ રહેશે. ગાઢ ધુમ્મસ અને શીત લહેરને કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

પહાડો પર બરફવર્ષા-વરસાદની ચેતવણી

હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે ચેતવણી જારી કરી છે, 18 થી 24 જાન્યુઆરી દરમિયાન પર્વતોમાં વરસાદ અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના છે. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં ચિલ્લા કલાં ચાલુ છે, જેને 28 દિવસ પૂરા થઈ ગયા છે. આ 28 દિવસોમાં જમ્મુ-કાશ્મીર થીજી ગયું છે. હિમવર્ષાને કારણે લઘુત્તમ તાપમાન શૂન્યમાં છે. દરમિયાન, હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ, ચંબા, કુલ્લુ અને મનાલી સહિત અનેક જિલ્લાઓમાં પણ તાજેતરમાં હિમવર્ષા થઈ છે. મનાલી જેવા પર્યટન સ્થળોમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 7 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. પહાડો પરથી આવી રહેલા બર્ફીલા પવાનોને કારણે મેદાની વિસ્તારોમાં પણ ભારે ઠંડી પડી રહી છે.

પંજાબ અને હરિયાણામાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી બે દિવસ સુધી અહીં 'ઠંડા દિવસ'ની સ્થિતિ યથાવત રહેશે. પંજાબમાં 18 અને 19 જાન્યુઆરીએ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરીની આસપાસ કેટલાક સ્થળો પર હળવો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોની આગાહી છે કે આગામી પાંચ દિવસ સુધી ઉત્તરપશ્ચિમ ભારતમાં ધુમ્મસ રહેશે, જેને કારણે રેલ અને હવાઈ સેવાઓ પર પણ અસર થઈ શકે છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ ઠંડા પવનોએ લોકોને ઘરમાં રહેવા મજબૂર કરી દીધા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાને કારણે, આગામી દિવસોમાં તાપમાનમાં થોડો વધારો થવાની ધારણા છે, જેમાં લઘુત્તમ તાપમાનમાં 4 થી 6 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. બિહારમાં પણ હવામાન એવું જ છે. તડકો નીકળવાને કારણે દિવસના તાપમાનમાં સામાન્ય વધારો થયો છે, પરંતુ ધુમ્મસનો કહેર યથાવત છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી બિહારમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે 17 થી 20 જાન્યુઆરી વચ્ચે દિલ્હીમાં તાપમાન વધવાની અને હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. 23 થી 26 જાન્યુઆરી વચ્ચે એક શીતલહેરની પણ સંભાવના છે.

આ પણ વાંચો: દિલ્હી-પટના રાજધાની એક્સપ્રેસને ઉડાવવાની ધમકી, ટ્રેન અટકાવી તપાસ

આ રાજ્યોમાં રહેશે ગાઢ ધુમ્મસ

IMDની આગાહી પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે, જેની પશ્ચિમી હિમાલય ક્ષેત્ર પર અસર થશે. 19 અને 21 જાન્યુઆરીએ ઉત્તરપશ્ચિમ ભારતમાં વધુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની ધારણા છે. આ પરિસ્થિતિઓને કારણે, 22 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહી શકે છે. 19 જાન્યુઆરી અને 20 જાન્યુઆરીએ સવારે અને રાત્રિના સમયે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. 19 જાન્યુઆરીએ જમ્મુ વિભાગ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં, 23 જાન્યુઆરી સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં, 19 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં અને 21 જાન્યુઆરી સુધી સવાર અને રાત્રિના સમયે બિહારમાં ગાઢ ધુમ્મસ રહેવાની ધારણા છે.

vtv app promotion

હાલ ઠંડી અને ધુમ્મસને કારણે વહીવટીતંત્રે લોકોને શીત લહેર અને ધુમ્મસ દરમિયાન સાવધાની રાખવાની અને ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપી છે. ઉત્તર ભારતના રાજ્યોને આગામી એક અઠવાડિયા સુધી આ ઠંડીથી સંપૂર્ણ રાહત મળે તેવી શક્યતા ઓછી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Weather Forecast Weather News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ