ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દિલ્હી-પટના રાજધાની એક્સપ્રેસને ઉડાવવાની ધમકી, ટ્રેન અટકાવી તપાસ

નેશનલ / દિલ્હી-પટના રાજધાની એક્સપ્રેસને ઉડાવવાની ધમકી, ટ્રેન અટકાવી તપાસ

Published By: Priyankka Triveddi

Last Updated: 07:46 AM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tejas Rajdhani Express: રાજધાનીથી પટના જઈ રહેલી ટ્રેન તેજસ રાજધાની એક્સપ્રેસમાં બોમ્બ હોવાની ધમકીમળી આવતા હાઇએલર્ટ આપવામાં આવ્યું હતું

ADVERTISEMENT

Tejas Rajdhani Express: દિલ્હીથી પટના જઈ રહેલી પ્રીમિયમ તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી મળતા ગઈકાલે રાત્રે ઉત્તર પ્રદેશના અલીગઢ રેલવે સ્ટેશન પર ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ હતો. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રેનને અધવચ્ચે રોકી દીધી હતી અને લગભગ 31 મિનિટ સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ લગભગ અડધો કલાક ચાલેલા સર્ચ ઓપરેશનમાં કોઈ પરિણામ આવ્યું નહીં. રેલવે પોલીસ અને રેલવે અધિકારીઓએ ટ્રેનને અધવચ્ચે રોકી મુસાફરોને ઉતારી દીધા અને આખી ટ્રેનની તપાસ કરી હતી. પરંતુ બોમ્બની ધમકી ખોટી નીકળી. ત્યારબાદ ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી.

તેજસ રાજધાની એક્સપ્રેસમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ રેલવે પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ડોગ સ્ક્વોડ, સ્થાનિક પોલીસ, સિવિલ અધિકારીઓ, ફાયર બ્રિગેડ તેમજ રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટ્રેનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષાના કારણોસર નીચે ઉતારવામાં આવ્યા હતા અને તેમના સામાન સહિત ટ્રેનના દરેક ડબ્બાની બારીક તપાસ કરવામાં આવી હતી. જો કે 30 મિનિટ ચાલેલા સર્ચ ઓપરેશન પૂરું થયા બાદ કોઈપણ પ્રકારનો વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી જેના કારણે બોમ્બની ધમકી ખોટી હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન અલીગઢ શહેર અને રેલવે સ્ટેશનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઘટનાની પુષ્ટિ કરતાં અલીગઢ RPFના કમાન્ડિંગ ઓફિસર ગુલઝાર સિંહે જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલ રૂમને બોમ્બની ધમકીભર્યો ફોન આવ્યો હતો. ત્યારબાદ રેલવે અધિકારીઓને જાણ કરી ટ્રેનને તાત્કાલિક રોકવામાં આવી હતી. સુરક્ષા તપાસ પૂરી થયા પછી ટ્રેનને કડક સુરક્ષા વ્યવસ્થા સાથે તેના ડેસ્ટિનેશન પટના તરફ રવાના કરવામાં આવી હતી અને પટના રેલવે અધિકારીઓને પણ ઘટનાની જાણ કરાઈ હતી.

આ પણ વાંચો: ઈન્ડિગો વિરૂદ્ધ DGCA ની સૌથી મોટી કાર્યવાહી, મામલો 22 કરોડનો

vtv app promotion

ઉલ્લેખનીય છે કે તેજસ રાજધાની એક્સપ્રેસ ભારતીય રેલ્વે દ્વારા સંચાલિત એક અપગ્રેડેડ પ્રીમિયમ ટ્રેન છે, જેમાં આધુનિક સુવિધાઓ અને વૈભવી આંતરિક સજાવટ આપવામાં આવી છે. સદનસીબે સમયસર લેવામાં આવેલી કાર્યવાહીથી કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી અને મોટો ખતરો ટળી ગયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tejas Rajdhani Express Aligarh railway station Delhi to Patna train

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ