ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કોઈ કોઈનું નહીં! જમીન માટે બે દિવસ ઘરમાં રાખી લાશ, ભાગ બાદ દીકરીએ કર્યાં પિતાના અંતિમ સંસ્કાર

યુપી / કોઈ કોઈનું નહીં! જમીન માટે બે દિવસ ઘરમાં રાખી લાશ, ભાગ બાદ દીકરીએ કર્યાં પિતાના અંતિમ સંસ્કાર

Published By: Hiralal Parmar

Last Updated: 10:52 AM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વાર્થી સગાનો એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે જેણે સમાજને ધ્રૂજાવી નાખ્યો છે.

ADVERTISEMENT

મર્યા બાદ કોઈ કોઈનું નથી, એ તો જીવતા હોઈએ ત્યારે મારુ મારુ સારુ લાગે, એક વાર શરીર પડે પછી બધા સંબંધો ધૂળમાં મળી જતાં હોય છે અને સંબંધો ભૌતિક વસ્તુઓ માટે ઝગડતાં હોય છે અને ત્યાં સુધી કે મોતનો મલાજો પણ જાળવતાં નથી અને લાશને ઘરમાં પડી રાખે છે.

પિતાના મોત બાદ જમીન બાબતે વિવાદ

આ કહેવતને સાચી પડતી એક આઘાતજનક ઘટના સામે આવી છે જે વાંચીને ખરેખર દુખ લાગશે. યુપીના જાલોનમાં બનેલી આ ઘટનામાં જમીનના ભાગલા બાદ ભાગ લઈને જ દીકરીએ પિતાના અંતિમ સંસ્કાર કર્યાં હતા. જાલોનના ઔરેખી ગામમાં 52 વર્ષીય સુરેશ કુમારના અચાનક મોત બાદ પુત્રી શિલ્પી સાસરીએથી પિયર દોડી આવી અને તેના પિતાના મૃત્યુ પર શંકા વ્યક્ત કરી અને પોલીસને જાણ કરી. રવિવારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. રવિવારે સાંજે જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું. સુરેશ કુમારને એક જ પુત્રી હતી અને કોઈ પુત્ર નહોતો. પરિવારની 11 વીઘા જમીન સુરેશ કુમારના પિતા માતા પ્રસાદના નામે હતી. મૃતદેહ પાછો આવ્યા પછી, સુરેશની પત્નીએ પરિવારની જમીનના ભાગલાની માંગ શરૂ કરી. આ કારણે, રવિવારે મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ શક્યા નહીં.

જમીન વિવાદ બાદ પુત્રીએ પિતાને આપી મુખાગ્નિ

સોમવારે દિવસભર જમીનના ભાગની ચર્ચા ચાલતી રહી અને છેવટે ત્યારબાદ પિતા માતા પ્રસાદે સુરેશની પત્ની અને મોટા પુત્ર વચ્ચે જમીન વહેંચવા સંમતિ આપી. સાંજે, પોલીસની હાજરીમાં, પુત્રી શિલ્પી તેના પિતાના પાર્થિવ દેહને લઈ ગઈ અને સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા.

વધુ વાંચો : 'ભારત પર ઠોકી દો 100 ટકા ટેરિફ', ટ્રમ્પે ભારતની પીઠમાં છરો ભોંક્યો, આ દેશોને કર્યું દબાણ

પુત્રી શિલ્પીએ શું આરોપ લગાવ્યો?

પુત્રી શિલ્પીને તેના પિતાના મૃત્યુની માહિતી મળી, ત્યારે તેણે ટ્વિટ કરીને આરોપ લગાવ્યો કે તેના પિતાનું મૃત્યુ તેના દાદા અને કાકાના કારણે થયું છે. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

national news UP

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ