ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / 'ફટાકડાંનો ઉપયોગ કરનાર દેશદ્રોહી', મેનકા ગાંધીએ દિવાળી પર ફોડ્યું પ્રદૂષણનું ઠીકરું

નેશનલ / 'ફટાકડાંનો ઉપયોગ કરનાર દેશદ્રોહી', મેનકા ગાંધીએ દિવાળી પર ફોડ્યું પ્રદૂષણનું ઠીકરું

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:12 PM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi News: ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ દિલ્હીના પ્રદૂષણ માટે દિવાળીના ફટાકડાને જવાબદાર ઠેરવ્યા છે.

ADVERTISEMENT

Delhi News: ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ દિલ્હીના પ્રદૂષણ માટે દિવાળીના ફટાકડાને જવાબદાર ઠેરવ્યા છે. તેણે કહ્યું કે પરાળી બાળવાના કે વાહનથી પ્રદૂષણની વાત ખોટી છે, કારણ કે દિવાળીના ત્રણ દિવસ પહેલા સુધી હવા સ્વચ્છ હતી. તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવા બદલ પણ ટીકા કરી. તેમણે કહ્યું કે ગ્રીન ફટાકડા નામની કોઇ ચીજ નથી હોતી. ભાજપના નેતાએ સવાલ કર્યો કે ભગવાન રામ અને સીતા વનવાસમાંથી પાછા ફર્યા ત્યારે શું ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

પર્યાવરણ અને પ્રાણી અધિકારો માટે અવાજ ઉઠાવનારા ભાજપ નેતા મેનકા ગાંધીએ એક સમાચાર એજન્સી સાથેની એક મુલાકાત દરમિયાન દિવાળીના ફટાકડાને દિલ્હીના પ્રદૂષણનું મુખ્ય કારણ ગણાવ્યું. તેમણે ફટાકડા ફોડનારાઓ માટે "દેશદ્રોહી" શબ્દનો ઉપયોગ કર્યો. મેનકા ગાંધીએ કહ્યુ "જેઓ ફટાકડા ફોડે છે તેઓ 'દેશદ્રોહી' છે. આને લઇને મારા મનમાં અન્ય કોઇ શબ્દો નથી."

Delhi-Pollution

દિવાળી પહેલા હવા સ્વચ્છ હતી: મેનકા ગાંધી

મેનકા ગાંધીએ કહ્યું કે લોકો દિવાળી, દશેરા, લગ્ન પર, નવા વર્ષ, ક્રિકેટ મેચ અથવા અન્ય કોઈપણ દિવસે ફટાકડા ફોડે છે, જેના પરિણામે શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડે છે. તેમણે કહ્યું, " દેશમાં આપણે બીજાઓને દોષ આપીએ છીએ - કોઈ ખેતરમાં પરાળી સળગાવી રહ્યું છે, ગાડીમાં સમસ્યા છે - પરંતુ આ બધું જુઠ્ઠું છે. દિવાળીના ત્રણ દિવસ પહેલા સુધી હવા એકદમ સ્વચ્છ હોય છે, અને દિવાળીથી નવા વર્ષ સુધી આપણે શ્વાસ લઈ શકતા નથી... માત્ર દિલ્હીમાં દિવાળીના દિવસે 800 કરોડ રૂપિયાના ફટાકડા ફોડવામાં આવે તો શું પરિણામ આવશે?"

આ પણ વાંચોઃ કૈલાશ વિજયવર્ગીયના નિવેદનનો સરકારી આદેશમાં ઉલ્લેખ SDMને ભારે પડ્યો

ખબર નહી ત્યારે તેલ હતું કે નહી?

બીજા એક પ્રશ્નના જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું, "શું રામ અને સીતાના સમયમાં ફટાકડા હતા? જ્યારે તેઓ આવ્યા ત્યારે ફક્ત દીવા જ સળગતા હતા, ખરું ને? એ પણ માલૂમ નથી કે બળતા હતા કે.... ખબર નથી કે તેલ હતું કે નહીં. પણ ફટાકડા તો ન હોતા."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maneka Gandhi Delhi News Political News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ