ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:56 AM, 5 January 2026
ADVERTISEMENT
SDM suspension : મધ્યપ્રદેશના દેવાસમાં તાજેતરમાં એક સરકારી આદેશને કારણે SDMને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમે બધાને ખબર જ હશે કે તાજેતરમાં જ કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના વિવાદાસ્પદ નિવેદનને લઈ હાલ મામલો ગરમાયો છે. આ તરફ હવે કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના વિવાદાસ્પદ નિવેદનને આદેશમાં ટાંકવાથી દેવાસના SDM આનંદ માલવિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ કાર્યવાહીનો આદેશ ઉજ્જૈનના વિભાગીય કમિશનર આશિષ સિંહે જાહેર કર્યો છે.
ADVERTISEMENT
घंटा शब्द ने देवास SDM को कराया निलंबित...
— SanjayGupta_Journalist (@sanjaygupta1304) January 4, 2026
देवास के एसडीएम आनंद मालवीय ने मंत्री कैलाश विजयवर्गीय के चर्चित घंटा शब्द का उपयोग अपने ऑर्डर में कर दिया। इसके बाद उन्हें संभाग आयुक्त आशीष सिंह ने निलंबित कर दिया।... ये था चर्चित आदेश pic.twitter.com/shS5XH1CsQ
શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
અહેવાલો મુજબ વિવાદાસ્પદ પત્ર વાયરલ થતા જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. દેવાસ કલેક્ટર ઋતુરાજ સિંહે SDM સાથે ઓફિસના સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણને પણ સસ્પેન્ડ કરી દીધા. તેમનો આરોપ એ હતો કે, આ ઓર્ડરમાં રાજકીય ભાષા અને કોંગ્રેસના મેમોરેન્ડમમાંથી માહિતીનો સીધો ઉલ્લેખ કર્યો હતો કે, જેમાં કેબિનેટ મંત્રી દ્વારા કહેવામાં આવેલ વિવાદાસ્પદ શબ્દનો પણ ઉલ્લેખ હતો જે વહીવટી પ્રક્રિયા માટે યોગ્ય નહોતું.

ADVERTISEMENT
આ ઘટના ત્યારે બની જ્યારે ઇન્દોરમાં દૂષિત પાણીથી થયેલી બીમારીઓ અને મૃત્યુના મામલાને લઈને રાજ્યભરમાં રાજકીય ગરમાવો વધ્યો હતો. કેબિનેટ મંત્રી વિજયવર્ગીયના નિવેદન પછી વિરોધ પ્રદર્શન વધતાં SDM દ્વારા શાંતિ જાળવવા માટે આદેશ બહાર પાડવામાં આવ્યો. પરંતુ આદેશની ભાષા અને સામગ્રીના કારણે વહીવટી તંત્ર દ્વારા એક મોટી કાર્યવાહી કરાઇ છે.
આ પણ વાંચો : વાંચો VTV પર, PM મોદીએ સોમનાથ પર લખેલો આર્ટિકલ, કહ્યું ''सौराष्ट्रे सोमनाथं च...''
ADVERTISEMENT
આ તરફ સસ્પેન્શન બાદ અભિષેક શર્માને દેવાસના નવા SDM તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે પોતાની પ્રથમ બેઠકમાં સ્પષ્ટતા કરી કે, હવે તમામ સરકારી આદેશો નિયમો અને કાયદા મુજબ જાહેર કરાશે. વહીવટી સૂત્રોનું કહેવું છે કે, આ કાર્યવાહી એક સંદેશા રૂપે છે કે સરકારની દસ્તાવેજોમાં કોઈ બેદરકારી અથવા રાજકીય સામગ્રી સ્વીકારી નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT