બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ચાલતી ટ્રેનના વોશરુમમાં જજની પત્નીનું મોત, સ્ટેશન પર પતિ કરતાં રહ્યાં પ્રતિક્ષા, મોબાઈલ લોકેશનથી ટ્રેન અટકાવી
Last Updated: 10:13 AM, 6 March 2026
MP Railway News: મધ્યપ્રદેશના રતલામમાં ચાલતી ટ્રેનમાં એક દર્દનાક ઘટના બની છે. કાંચીગુડા-ભગતની કોઠી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા જજના પત્ની ઉષા ચૌહાણ વૉશરૂમ ગયા અને પાછા જ ના આવ્યા. નિમ્બાહેડા સ્ટેશન પર તેમના પતિ એ લાંબા સમય સુધી રાહ જોયા પછી તેમના મોબાઈલ લોકેશન ટ્રેસ કરવામાં આવી હતી. આ લોકેશન ટ્રેસ કર્યા પછી ટ્રેન જાવરા સ્ટેશન પર અટકાવીને તેના વૉશરૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો જ્યાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. હોસ્પિટલમાં ઑક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક આશંકા સેલેન્ટ હાર્ટ અટેકની જણાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ટ્રેનની મુસાફરી આમ તો સામાન્ય લોકો માટે એક સામાન્ય અને સુરક્ષિત અનુભવ માનવામાં આવે છે. પરંતુ ક્યારેક-ક્યારેક મુસાફરી વચ્ચે ઘટનારી ઘટના દરેકને હચમચાવી મૂકે છે. મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાંથી સામે આવેલી આવી જ એક ઘટનાએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. જ્યાં ચાલતી ટ્રેનના વૉશરૂમમાં એક જજના પત્નીનું મોત થઈ ગયું હતું. આ પૂરા ઘટનાક્રમમાં સૌથી દર્દનાક વાત એ હતી કે સ્ટેશન પર ઉભેલા તેમના પતિને ઘણા સમય સુધી એ ખબર જ ના પડી કે તેમની પત્ની ટ્રેનની અંદર જિંદગીનો ખેલ હારી ચૂકી છે.
ADVERTISEMENT

આ ઘટના કાંચીગુડા-ભગત કોઠી એક્સપ્રેસમાં સામે આવી છે. જય મુસાફરી દરમિયાન અચાનક એક મહિલાની તબિયત ખરાબ થઈ ગઈ અને સંભવિત સાઇલેન્ટ હાર્ટ અટેક આવવાથી તેમનું મોત થઈ ગયું. આ ઘટના પછી રેલવે પોલીસ અને સ્થાનિક પ્રશાસને તપાસ શરૂ કરી દીધી છે. મળતી જાણકારી મુજબ રાજસ્થાનના નિમ્બાહેડાના અતિરિક્ત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ રાજકુમાર ચૌહાણ તેમની પત્ની ઉષા ચૌહાણ સાથે જોધપુરથી નિમ્બાહેડા પરત ફરી રહ્યા હતા. બંને ટ્રેનતો બેઠા પણ બંનેનું રિઝર્વેશન અલગ અલગ કોચમાં હતું માટે તે બંને અલગ અલગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની મુસાફરી નોર્મલ જતી બંને એ રસ્તામાં ફોન પર વાતચીત પણ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે નિંબહેડા સ્ટેશન પહોંચવાના થોડા સમય પહેલા તેમના પત્ની ઉષા ચૌહાણે તેમને ફોન કર્યો હતો કે તે વૉશરૂમ જઈ રહ્યા છે એ સમયે તેમને અંદાજ પણ નહોતો કે આ તેમની છેલ્લી વાતચીત હશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.