બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ન્યૂઝ કેપ્સ્યુલ / ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાની છૂટ: ભારત 30 દિવસ સુધી રશિયન તેલ ખરીદી શકશે
Last Updated: 07:43 AM, 6 March 2026
India oil import: મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈરાન સાથેના યુદ્ધના કારણે વૈશ્વિક તેલ બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. હોર્મુઝના મહત્વપૂર્ણ સમુદ્રના માર્ગ પર સપ્લાયમાં અડચણ ઉભી થવાના ભયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં તેજી આવી છે. આવી પરિસ્થિતિમાં અમેરિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વોશિંગ્ટને રશિયાને ભારતને 30 દિવસ માટે તેલ વેચવાની કામચલાઉ છૂટ આપી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વૈશ્વિક તેલ સપ્લાય પર પડેલા દબાણને ઓછું કરવો અને બજારમાં સ્થિરતા જાળવવાનો છે.
ADVERTISEMENT
નવી છૂટ મળતા ઘણા રશિયન તેલ ટેન્કરોને રાહત મળવાની સંભાવના છે. છેલ્લા કેટલાક મહિનાથી અનેક ટેન્કરો દરિયામાં જ અટવાઈ ગયા હતા કારણ કે તેમને ખરીદદારો મળતા નહોતા. યુએસ દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધો, ચુકવણી પ્રક્રિયા અને વીમા સંબંધિત અનિશ્ચિતતાના કારણે આ જહાજોનું તેલ તરત ઉતારવામાં આવી રહ્યું નહોતું. હવે 30 દિવસની છૂટ મળતા આ ટેન્કરોને ભારત તરફ તેલ સપ્લાય કરવાનો રસ્તો ખુલ્યો છે. આ પગલાથી વૈશ્વિક બજારમાં સપ્લાય વધવાની અને ભાવમાં થોડી સ્થિરતા આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. અનેક દેશોને રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં ભારતે પોતાની ઉર્જા સુરક્ષાનો હિત ધ્યાનમાં રાખીને રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે તે પોતાની જરૂરિયાત મુજબ તેલ ક્યાંથી ખરીદવું તે પોતે નક્કી કરશે. આ કારણે ભારત રશિયન ક્રૂડના સૌથી મોટા ખરીદદારોમાંના એક તરીકે ઉભર્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તાજેતરની માહિતી અનુસાર ભારતની સરકારી માલિકીની રિફાઇનરીઓ હવે રશિયન તેલની નવી ડિલિવરી માટે વેપારીઓ સાથે વાતચીત કરી રહી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ જેવી કંપનીઓ આ પ્રક્રિયામાં સામેલ છે. અહેવાલ મુજબ ભારતીય રિફાઇનરીઓએ લગભગ 20 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાની ડીલ કરી છે. કેટલાક માટે આ પગલું રશિયન પુરવઠાની ફરીથી શરૂઆતનો સંકેત પણ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને HPCL અને MRPLને છેલ્લે નવેમ્બર મહિનામાં રશિયન ક્રૂડની ડિલિવરી મળી હતી, ત્યારબાદ હવે ફરીથી સપ્લાય શરૂ થવાની શક્યતા ઉભી થઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.