બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / "ભારત પાકિસ્તાનની બરાબર નહીં, આપણે ટ્રમ્પ સાથે ડિલ કરત તો..." રાહુલ ગાંધીના લોકસભામાં સરકાર પર આકરા પ્રહાર
Last Updated: 02:31 PM, 11 February 2026
Parliament Budget Session: આજે ગૃહમાં બજેટ ચર્ચાનો બીજો દિવસ છે. ઘણા દિવસો સુધી હોબાળાને કારણે વિક્ષેપ પડ્યા પછી 10 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે બજેટ પર ચર્ચા શરૂ થઈ શકી. ત્યારે આજે લોકસભામાં બજેટ ચર્ચાનો બીજા દિવસે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું ભાષણ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ માર્શલ આર્ટના દાવપેચથી પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે દુનિયા અનિશ્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. આ ફાઇટના કેન્દ્રમાં AIનો કોન્સેપ્ટ છે. દરેક વ્યક્તિ કહી રહ્યું છે કે આ AIનો યુગ છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ લોકસભામાં માર્શલ આર્ટથી પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે શરૂઆત ગ્રીપથી થાય છે અને એ પછી ચોકમાં જાય છે. ચોકનું ફોકસ ગળું હોય છે. જ્યારે માણસના હાથમાં ગ્રીપ આવી જાય છે, તેની આંખમાં દેખાઈ જાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે યુદ્ધના સમયગાળામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. ગાઝા અને ઇઝરાયલમાં આની ઝલક જોવા મળી. જૂની સિસ્ટમોને ચેલેન્જ કરવામાં આવી રહી છે અને વિશ્વમાં પરિસ્થિતિ બદલાઈ રહી છે. આજે, ડેટા સૌથી મોટી સંપત્તિ છે, અને તે AI માટે પેટ્રોલ છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું કે AIથી એક ખતરનાક દુનિયા દેખાઈ રહી છે. દેશના 140 કરોડ લોકો સામે નવો પડકાર છે. ડોલરનો પણ હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. એનર્જીનું પણ વેપનાઇઝેશન થઈ રહ્યું છે. બજેટમાં આ જરૂરી વસ્તુઓ માટે કોઈ પ્રાવધાન નથી. બજેટમાં ડેટા સાથે જોડાયેલું કશું પણ નથી. તેમણે કહ્યું કે અમેરિકાએ સુપર પાવર બની રહેવું છે, ડોલરનું વર્ચસ્વ જાળવી રાખવું છે, તો તેમ ભારતીય ડેટાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. આ આપણી મજબૂતાઈ છે. ડેટા મહત્ત્વપૂર્ણ છે. આ ડિલમાં શું થયું. પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે જો અમે નેગોશિએટ કરતે, તો પહેલી વાત ડેટા પર થઈ હોત.
તેમણે આગળ કહ્યું કે અમે કહેતે કે જો તમે ડોલરને પ્રોટેક્ટ કરવા માંગો છો, તો અમારા હિતો સર્વોપરી છે. અમે આ પ્રકારે ડિલ ન કરતે કે અમે તમારા સરવેન્ટ છીએ. બીજી ડિલ એનર્જી સિક્યોરીટીને લઈને થઈ હોત અને ત્રીજી વસ્તુ હોત એગ્રીકલ્ચર વોટ બેઝની. અમે ખેડૂતોની સુરક્ષા સુનિશ્ચિત કરતે. રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે પાકિસ્તાનની બરાબર નથી. અમે ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરી હોત. અમેરિકાને ફક્ત ભારતનો ડેટા જોઈએ છે. ડોલર બચાવવા માટે ડેટા જોઈએ.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના લોકો પાસે સૌથી વધુ ડેટા છે. ડેટાની સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ છે. આપણા લોકોની પ્રતિભા અને વિચારસરણી પર કબજો કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. અમેરિકા અને ચીનની નજર આપણા ડેટા પર છે. બાંગ્લાદેશ જો ટેક્સટાઇલ એક્સપોર્ટ કરે છે, તો તેના પર ઝીરો ટેરિફ છે. આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ગઈ. અમેરિકાની નિકાસ વધી, આપણને શું મળ્યું. ટ્રમ્પે ટેરિફ વધારી દીધું. હવે શું અમેરિકા નક્કી કરશે કે આપણે ક્યાંથી તેલ ખરીદીશું. આવું કોઈ વડાપ્રધાને નથી કર્યું. એક સુપર પાવરનો યુગ ખતમ થઈ ગયો છે. અમેરિકા જો એમ કહી રહ્યું છે કે તમે અહીંથી તેલ ખરીદી શકતા નથી, તેનો અર્થ એ છે કે એનર્જી સેક્ટરનું વેપનાઇઝેશન થઈ રહ્યું છે. અમેરિકા ટેરિફ વધારે છે, આનો અર્થ છે કે ફાઇનાન્સ સેક્ટરનું વેપનાઇઝેશન થઈ રહ્યું છે. સરકારને શરમ આવવી જોઈએ.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે અમેરિકા આપણાં નિર્ણયો કેવી રીતે લઈ રહ્યું છે. આપણાં કૃષિ સેક્ટરને અમેરિકા માટે ખોલી દીધું. સરકારે ખેડૂતો વિશે વિચાર્યું નથી. ભારતને વેચીને તેમને શરમ નથી આવતી. તેમણે કહ્યું કે અમેરિકાનો ટેરિફ 3%થી વધીને 18% થઈ ગયો. રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારના ડિફેન્સ બજેટ પર ચોક દેખાય છે અને તે છે મિસ્ટર અદાણી. અદાણી એક સામાન્ય બિઝનેસમેન નથી, અને ન તો તેમની કંપની સામાન્ય કંપની છે. આ કંપની ભાજપનું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર છે. આના પર રવિશંકર પ્રસાદે આનો વાંધો ઉઠાવતા કહ્યું કે ખોટી નિવેદનબાજી કરવી એમની આદત બની ગઈ છે. કિરેન રિજિજુએ પણ આના પર વાંધો ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે એક બિઝનેસમેન છે અનિલ અંબાણી. તેઓ જેલમાં કેમ નથી. આનું કારણ છે એપસ્ટિન ફાઇલ. હરદીપ પુરી એક મંત્રી છે અને આ ગૃહના સભ્ય છે. આના પર રિજિજુએ વાંધો ઉઠાવ્યો. રવિશંકર પ્રસાદે આનો વાંધો ઉઠાવ્યો.
ADVERTISEMENT

રાહુલ ગાંધીએ કહ્યું કે એક ચોક્કસ ઉદ્યોગપતિ છે, જેમનું નામ એપસ્ટિન ફાઇલમાં છે, પરંતુ તેમને જેલ નથી થઈ. તેમના પર ફોજદારી આરોપો છે. રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધી પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે. તેમણે પીઠાસીન જગદમ્બિકા પાલને કહ્યું, "તમે અમારી પાર્ટીના ભૂતપૂર્વ સભ્ય છો, અને ખાસ સુરક્ષાની અપેક્ષા છે. આક્રમક નહીં થઈએ. જગદમ્બિકા પાલે કહ્યું કે આ અધ્યક્ષ પર આરોપ છે, શૈલજાજી તમારા પક્ષના છે. જો તમે અમારી સલાહ સાંભળી હોત, તો તમે સાચા માર્ગ પર હોત; તમે આજે અહીં ન હોત. આખો દેશ તમને જોઈ રહ્યો છે; બજેટ પર બોલો. આરોપો રેકોર્ડ કરવામાં નહીં આવે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું, "મને નિષ્કર્ષ કાઢવા દો, નહીં તો બે કે ત્રણ કલાક લાગી જશે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતે ડેટા હેન્ડ ઓવર કરી દીધો. આપણાં ખેડૂતોને અમેરિકન કંપનીઓની સામે ધરી દીધા. આનું લૉજિક જ નથી સાહેબ. આ જે થયું છે તે સંપૂર્ણ સરેન્ડર છે. તમે આજે થોડું વધારે બોલવા દીધું. આ હોલસેલ સરેન્ડર છે. આ દેશના 140 કરોડ લોકોનું સરેન્ડર છે અને આની પાછળ ભાજપનું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર છે. આના પર રિજિજુએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે અધ્યક્ષના રૂલિંગ છતાં વારંવાર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તેમણે આ બધુ પ્રમાણિત કરવું પડશે. રાહુલ ગાંધીએ કહ્યું કે હું તેને પ્રમાણિત કરી રહ્યો છું. હું બધું આપી રહ્યો છું. આના પર પીઠાસીને કહ્યું કે એ મંત્રીજીએ કહ્યું હતું, અધ્યક્ષે તમારી પાસેથી નથી માંગ્યું. આમાં હરદીપ પુરીનું નામ છે, અનિલ અંબાણીનું નામ છે.
આ પણ વાંચો: મોબાઈલમાં તમારા ડેટા સુરક્ષિત નથી, અમિત શાહે સાયબર ખતરા પર આપ્યું મોટું એલર્ટ
પીઠાસીને રાહુલ ગાંધીને ટોકતાં કહ્યું, "તમે કોઈ પણ મંત્રીઓનું નામ ન લેવાનું વચન આપ્યું હતું, પરંતુ તમે વારંવાર નામ લઈ રહ્યા છો. તમે એક વખત કહ્યું હતું કે નામ નહીં લો, ફરીથી લઈ રહ્યા છો. અધ્યક્ષના રૂલિંગનો અનાદર કરી રહ્યા છો. આ વિપક્ષના નેતાની રીત નથી. તમને એ ખબર હોવી જોઈએ કે બજેટ પર શું હોવું જોઈએ. જ્યારે ગૃહમાં વિવિધ વિષયો પર ચર્ચા થાય છે, ત્યારે શું બોલવું જોઈએ એ ખબર હોવી જોઈએ. બોલવા તો દઈશ, પરંતુ નિયમોમાં બોલવું પડશે. તમને વારંવાર બોલવાનો સમય આપવામાં આવ્યો હતો, છતાં તમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહ્યા છો. તમે 40 મિનિટથી બોલી રહ્યા છો, અને પછી તમે દાવો કરી રહ્યા છો કે તમને બોલવા નથી દેવાતા. ચાલો ખતમ કરો. રાહુલ ગાંધીએ કહ્યું, "મને પ્રમાણિત કરવાનું કહેવામાં આવ્યું હતું, અને હું તે કરી રહ્યો છું. હું દસ્તાવેજો રજૂ કરી રહ્યો છું, પરંતુ તમે મને તે કરવા દેતા નથી. હું તમારી પરેશાની સમજી રહ્યો છું. આ પછી રિજિજુએ કહ્યું, "પ્રક્રિયાથી પ્રમાણિત કરવું પડશે. રાહુલ ગાંધીએ કહ્યું કે હોલસેલ સરેન્ડર, દેશ વેચી દીધો છે. કહેવા માંગુ છું કે કોઈ માઈનો લાલ પેદા નથી થયો કે દેશને વેચી શકે. નરેન્દ્ર મોદી દેશના સૌથી મજબૂત વડાપ્રધાન છે."
રાહુલ ગાંધીના ભાષણ પછી વિપક્ષ કોંગ્રેસના સભ્યો વોકઆઉટ કરી ગયા. આના પર કટાક્ષ કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું, "રાહુલ ગાંધી ગ્રીપની વાત કરી રહ્યા હતા, ગ્રીપ બતાવીને જતાં રહ્યા. તેઓ પહેલા જ જતાં રહ્યા." તેમણે બજેટ માટે નિર્મલા સીતારમણનો આભાર માનતા કહ્યું, "આ ફક્ત બજેટ નથી, દેશના કરોડો નાગરિકોને સ્મિત કરવાનું કારણ આપ્યું છે. બજેટની સમજ મહિલાઓને ભગવાનનો આશીર્વાદ છે."
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.