બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:03 PM, 31 March 2026
LPG Crisis: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ભારતના વિવિધ રાજ્યોમાં સ્પષ્ટ દેખાવા લાગી છે. LPGની અછતને કારણે ઉદ્યોગોથી લઈને સામાન્ય જીવન સુધી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
ADVERTISEMENT
મધ્ય પૂર્વના સંઘર્ષના પરિણામે LPG સપ્લાય પર અસર પડતા રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ઉદ્યોગોને ભારે ઝટકો લાગ્યો છે. ખાસ કરીને કાપડ, માર્બલ, સિરામિક્સ અને રાસાયણિક ઉદ્યોગોમાં વાણિજ્યિક LPGનો પુરવઠો ઘટતા હજારો ફેક્ટરીઓ બંધ થવા લાગી છે. આ કારણે મોટી સંખ્યામાં કામદારો બેરોજગાર બન્યા છે અને તેમની આર્થિક સ્થિતિ પર સીધી અસર પડી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે તે COVID-19 સમયની યાદ અપાવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફેક્ટરીઓ બંધ થતાં મજૂરો મોટા પાયે પોતાના વતન તરફ વળવા મજબૂર થયા છે. જયપુર અને આસપાસના વિસ્તારોમાં રેલવે સ્ટેશનો પર ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં લોકો બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જવા માટે ટ્રેનોમાં ચઢવા માટે ઉતાવળ કરી રહ્યા છે. અજમેર-સિયાલદહ અને ગરીબ નવાઝ એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં ચડવા માટે લોકો વચ્ચે ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ઘણા કામદારો જણાવે છે કે ફેક્ટરી બંધ થતાં હવે રોજગારના કોઈ વિકલ્પ નથી તેથી તેઓ ઘરે પાછા ફરવા મજબૂર બન્યા છે.

ADVERTISEMENT
મુંબઈ અને સુરત જેવા મોટા શહેરોમાં પણ LPGની અછત ગંભીર બની ગઈ છે. લોકો એક સિલિન્ડર મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર છે. જ્યારે કાળાબજારમાં તેની કિંમત બમણી કે ત્રણ ગણી થઈ ગઈ છે. સુરતમાં ગેસના અભાવે સ્થળાંતરિત મજૂરો માટે રસોઈ બનાવવી મુશ્કેલ બની ગઈ છે. જેના કારણે તેઓ શહેર છોડીને પોતાના ગામ તરફ પાછા ફરી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT

ઘણા કામદારો માટે હાલની પરિસ્થિતિ અનિશ્ચિતતા અને સંઘર્ષથી ભરેલી બની ગઈ છે. કેટલીક ફેક્ટરીઓએ કામદારોને અંતિમ હિસાબ ચૂકવીને બંધ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે તેઓ અચાનક બેરોજગાર બની ગયા છે. સંઘર્ષ ક્યારે સમાપ્ત થશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે કામદારોમાં ભવિષ્યને લઈને ચિંતા વધી રહી છે. આ સમગ્ર પરિસ્થિતિએ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રને જ નહીં પરંતુ સામાન્ય લોકોના જીવનને પણ ગંભીર રીતે અસર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.