બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ, ભારતના આ રાજ્યમાં નિર્ણય

પ્રતિબંધ / 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ, ભારતના આ રાજ્યમાં નિર્ણય

Priyankka Triveddi

Last Updated: 12:21 PM, 6 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે એવી જાહેરાત કરી કે રાજ્ય સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર બેન લગાવશે. સિદ્ધારમૈયાએ કર્ણાટકની વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી.

Karnataka Social Media Ban: કર્ણાટક સરકારે 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. આ જાહેરાત મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના બજેટ ભાષણ દરમિયાન કરી હતી. તેમને કહ્યું કે બાળકોના માનસિક સ્વાસ્થ્ય, શીખવાની ક્ષમતા અને ડિજિટલ લતને ધ્યાનમાં રાખીને આ કડક નિયમનું અમલીકરણ જરૂરી થઈ ગયું છે. સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અનિયંત્રિત સ્ક્રીન ટાઈમ બાળકોના વ્યવહાર, ધ્યાન ક્ષમતા અને સુરક્ષા પર ગંભીર અસર કરે છે. તેમનો ટાર્ગેટ એ સુનિશ્ચિત કરવાનો છે કે 16 વર્ષથી નાની ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયાના જોખમોથી દૂર રહેવું જોઈએ.

સીએમ સિદ્ધારમૈયાની જાહેરાત

બાળકોમાં મોબાઈલ ફોનના વધતાં વપરાશના લીધે થતી સઇદ ઇફેક્ટને રોકવા માટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કર્ણાટકમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર બેન લગાવવામાં આવે. હાલ માં જ વાઇસ ચાન્સેલર સાથે એક મિટિંગમાં તેમણે 16 વર્ષથી ઓકચી ઉંમરના બાળકો માટે મોબાઈલ પર બેન લગાવવાની વાત પર તેમની સલાહ માંગી હતી . આ પહેલા હેલ્થ મિનિસ્ટર દિનેશ ગુંડું રાવ અને IT/BT મિનિસ્ટર પ્રિયાંક ખરગેએ પણ આ પવટ કરી હતી જે પછી મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી.

આંધ્રપ્રદેશમાં પણ બેનની તૈયારી

ઓનલાઈન લત, દુરુપયોગ અને ડિજિટલ હાનિને લઈને વધતી ચિંતાઓ વચ્ચે આંદરપ્રદેશ સરકારે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. રાજ્યના મંત્રી નારા લોકેશે કહ્યું કે સોશિયક મીડીયા પર ભરોસો તૂટી રહયો છે અને બાળકો તેના વધુ ઉપયોગમાં ફસાઈ રહ્યા છે. આ માંતે સરકાર કાનૂનનો પ્રયોગ કરવાનો નિર્ણય લઈ રહી છે. લોકેશના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે Meta, Google, X અને ShareChat જેવી મુખ્ય કંપનીઓને આમંત્રણ આપ્યું છે જેથી વૈશ્વિક સર્વોત્તમ પ્રથા પર ચર્ચા કરીને એક પ્રભાવશાળી મોડલ તૈયાર કરવામાં આવી શકે.

આ પણ વાંચો: ચાલતી ટ્રેનના વોશરુમમાં જજની પત્નીનું મોત, સ્ટેશન પર પતિ કરતાં રહ્યાં પ્રતિક્ષા, મોબાઈલ લોકેશનથી ટ્રેન અટકાવી

vtv app promotion

સોશિયલ મીડિયા બેનનો શું ઇરાદો

કાચી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંભવિત પ્રતિબંધ/ સીમા લગાવવાનો ઉદેશ્ય બાળકોના મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ પર નેગેટિવ ઇમ્પેક્ટ ઓછી કરવાનો છે. આ સંદર્ભમાં બજેટમાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. જેનો ઇરાદો એ છે કે સગીરોને સોશિયલ મીડિયાની ખરાબ આદતથી દૂર રાખી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CM Siddaramaiah Children Social Media Ban Karnataka Social Media Ban
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ