ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 7 રાજ્યોમાં કોલ્ડવેવ એલર્ટ, પહાડી રાજ્યોમાં હિમવર્ષાની આગાહી, જાણો વેધર અપડેટ

હવામાન / 7 રાજ્યોમાં કોલ્ડવેવ એલર્ટ, પહાડી રાજ્યોમાં હિમવર્ષાની આગાહી, જાણો વેધર અપડેટ

Published By: Vidhata Gothi

Last Updated: 08:53 AM, 4 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Forecast Today: હવામાન વિભાગે સાત રાજ્યો માટે શીત લહેર અને પહાડી રાજ્યોમાં બરફવર્ષાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શીત લહેર ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતને અસર કરી શકે છે.

ADVERTISEMENT

હાલમાં દેશના મેદાની રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે પહાડી રાજ્યોમાં હિમવર્ષા ચાલુ છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે, જ્યારે પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોમાં આકાશ સ્વચ્છ છે અને હવામાન ગરમ છે. પહાડી રાજ્યોમાં બરફવર્ષાની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં હળવો વરસાદ પણ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડ ડેની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ સાથે તીવ્ર ઠંડીની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરની અસર જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી અઠવાડિયામાં હવામાનમાં ફરી પલટો આવશે, ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય પ્રદેશ તરફ આગળ વધશે, જેના કારણે મેદાની વિસ્તારોમાં વરસાદ અને પર્વતોમાં હિમવર્ષા થશે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં અને ઉત્તર મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં સવાર અને રાત્રે ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. હિમાચલ પ્રદેશમાં 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. બુધવારથી પૂર્વી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી સાત દિવસમાં પશ્ચિમી હિમાલય પ્રદેશમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવના છે.

હવામાન વિભાગ (IMD) એ આજે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસનું 'યલો એલર્ટ' જારી કર્યું છે. IMD પ્રમાણે, હરિયાણા-પંજાબના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું આકાશ અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 36 કલાક દરમિયાન પંજાબના કેટલાક જિલ્લાઓમાં વરસાદ અને કરા પડી શકે છે.

આ રાજ્યોમાં કોલ્ડ ડેની ચેતવણી

હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, ગુજરાત, સિક્કિમ, આસામ, મેઘાલય, મિઝોરમ અને મણિપુરમાં લઘુત્તમ તાપમાન 5-10°C વચ્ચે નોંધાઈ રહ્યું છે. ભારતના મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું તાપમાન પંજાબના ભટિંડામાં 3.6°C નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે 4 ફેબ્રુઆરીએ સવાર અને રાત્રિ દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના છૂટાછવાયા વિસ્તારોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. 4 અને 5 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ આવી જ સ્થિતિ રહેશે.

vtv app promotion

અહીં વરસાદની સંભાવના

હવામાન વિભાગે જણાવ્યું કે 5 અને 6 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે પવન સાથે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં 6 ફેબ્રુઆરીએ કેટલાક પહાડી જિલ્લાઓમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. હવામાન સાફ થયા પછી અને આકાશમાંથી વાદળો હટ્યા થયા પછી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

આ પણ વાંચો: "તમે મને બોલવા ન દીધો, આ લોકશાહી પર કાળો ડાઘ છે", રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષને લખ્યો પત્ર

જમ્મુ-કાશ્મીરમાં 6 ફેબ્રુઆરીની સાંજ સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 7 ફેબ્રુઆરીએ ઊંચાઈવાળા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવી હિમવર્ષા થવાની ધારણા છે. 8 ફેબ્રુઆરીએ હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની ધારણા છે, જ્યારે 9 અને 10 ફેબ્રુઆરીએ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Weather Forecast Weather News Weather Forecast Today

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ